એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60થી વધુ અગ્રણી ડેવલોપર્સ ભાગ લેશે400 રેસિ.,કોમ., ઇન્ડ. પ્લોટ,વીકએન્ડવિલા,પ્લોટ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત થશેફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુટ્સ સ્થળ પર જ લોન આપી દેશે

પ્રોપર્ટી શો અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ, એસ જી રોડ ખાતે યોજાશે

અમદાવાદ, 31 ડિસેમ્બરઃ ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5-7 જાન્યુઆરી-24 દરમિયાન 18મો GIHED પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.5 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અતિથિવિશેષ તરીકે ઊપસ્થિત રહેશે.

18માં GIHED પ્રોપર્ટી શોનું આયોજન અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ્સ, એસ જી રોડ, અમદાવાદ  ખાતે કરવામાં આવ્યું છે. ક્રેડાઈ અમદાવાદ દ્વારા આયોજિત  આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો છે.

આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના ૬૦ થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના ૪૦૦ જેટલા  રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ, વીકએન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જ લોનની મંજૂરી આપશે.

વર્ષ 2005માં GIHED પ્રોપર્ટી શોની શરૂઆત થઈ ત્યારથી સમગ્ર શહેરના લોકો અને બહારના પ્રોપર્ટી ખરીદનારાઓ અને રોકાણકારો માટે વિવિધ સેગમેન્ટમાં પ્રોજેક્ટ્સ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે વન સ્ટોપ સોલ્યુશન બનેલ છે.

સંસ્થા દ્વારા આયોજિત ૧૮મો GIHED પ્રોપર્ટી શો એ ખરીદદારો અને રીયલ એસ્ટેટ સેક્ટરના રોકાણકારો માટે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો એક અનોખો અવસર પ્રદાન કરશે. આ પ્રોપર્ટી શોમાં વિવિધ કેટેગરી અને બજેટના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત થશે. જે મિલકત  ખરીદદારોને તેમના બજેટ મુજબ અને પસંદગીના વિસ્તારોમાં મિલકતના  વિકલ્પોની વિવિધ કેટેગરી ઓફર કરશે. અને શહેરના વાયબ્રન્ટ રિયલ એસ્ટેટ માર્કેટની ઝલક પણ આપશે તેમાં તેઓએ ઉમેર્યું હતું.

ક્રેડાઈ નેશનલની ૨૫માં સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્રેડાઈ અમદાવાદના સભ્યોના સહયોગથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અન્વયે વિવિધ સેવાકીય કાર્યો શરૂ કરવા માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થાય તેના પ્રયાસ છે. સાથે પર્યાવરણની જાળવણીમાં પણ યોગદાન આપતી પહેલ પણ હાથ ધરવામાં આવશે.

ડ્યુઅલ સેલિંગ પદ્ધતિ રેરા એરિયા અને સુપર બિલ્ટ અપ એરિયાના સ્થાને રેરા એરિયા પ્રમાણે પ્રોપર્ટી વેચાણ કરશે ડેવલોપર્સ

ક્રેડાઈ અમદાવાદ દ્વારા સુપર બિલ્ટ અપ એરિયાના આધાર પર મિલકતને વેચાણ કરવાની જૂની પ્રથાને સમાપ્ત કરવા માટે એક પહેલની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી ડ્યુઅલ સેલિંગ પદ્ધતિ રેરા એરિયા અને સુપર બિલ્ટ અપ એરિયા મુજબ ચાલુ છે જેને હવે  દૂર કરવાની છે. હવેથી પ્રોપર્ટી બોક્સ કિંમતમાં દર્શાવવામાં આવશે અને ફક્ત રેરા એરિયા પ્રમાણે વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવશે. આ પદ્ધતિના અમલથી માત્ર પ્રોપર્ટીની વેચાણ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે આથી તેના કારણે પ્રોપર્ટીના ભાવમાં કોઈ વધારો કે ફેરફાર થશે નહીં એમ ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું હતું. આનાથી પ્રોપર્ટી ખરીદનારાઓને સાઈઝ અને  ફેસીલીટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે એપલ ટૂ એપલ તુલના કરવા અને તે અનુસાર નિર્ણય લેવામાં સુગમતા મળશે. આ એક પ્રજાલક્ષી  ઇનીશીયેટીવ છે જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા અને સ્પષ્ટતા આવશે. આ નિર્ણય એક ગેમ ચેન્જર તરીકે સાબિત થશે. કેમ કે, રીયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી આવવાના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં વિશ્વાસ ખુબ વધશે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)