માટે સર્વગ્રાહી ખાસ વાર્ષિક સમીક્ષાઃ કનુ જે દવેની નજરે…

લેખકઃ અડધી સદીની અખબારી લેખન યાત્રા દરમિયાન જન્મભૂમિ ગ્રૂપ, વ્યાપાર, ગુજરાત સમાચાર, ફાઇનાન્સિયલ એક્સપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, દિવ્ય ભાસ્કર સહિત સંખ્યાબંધ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ માટે પત્રકારિતા, કટાર લેખનનો બહોળો અનુભવ ધરાવતાં કનુ દવે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ માટે જાણીતું નામ છે. 80ના દાયકામાં શેરબજારો જ્યારે તેજીથી ફાટ- ફાટ થતાં હતા. ત્યારે મની ઓપોર્ચ્યુનિટીઝ (વીકલી)ના એડિટર તરીકે કામગીરી સુપેરે નિભાવી હતી. શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ અને સ્પેક્યુલેશન માટેની તેમની રિસર્ચ અને એનાલિસિસ સાથેની સલાહો મહ્દ અંશે સચોટ સાબિત થતી હોય છે. કનુ જે દવેએ https://businessgujarat.in/ ના આમંત્રણને માન આપીને ગેસ્ટ કોલમ આપી છે. આશા રાખીએ કે ઇસ્વીસન 2024ના વર્ષ માટે રોકાણકારો તેમાંથી યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે.

ઇસ્વીસન 2023ને વિદાય આપીએ તે પહેલા પોઝીટીવીટીથી દેશ-વિદેશનાં શેર બજારો , કોમોડિટી બજારો, વ્યક્તિગત સ્ક્રીપ્સ , બિઝનેસ હાઉસીસ, વિવિધ પ્રકારનાં શેર-આંકો અને વાયદાના સોદામાં સૌથી વધુ ફાયદો કરાવનાર ટોપ ટેનની યાદી તપાસી લઇએ.તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ 2023માં એક હજાર ટકાથી છ હજાર ટકા રીટર્ન આપનાર બીએસઇ લીસ્ટેડ 10 શેરોમાંથી 9 અલગ-અલગ પ્રકારના સર્વિલન્સ હેઠળ છે.

કંપનીBSE કોડખૂલ્યોબંધઉછાળો%
Integrated
Ind.
5318897.234506124
PRIMIND5192996.272083382
Eyantra
Ventures
51209918.455773179
JHAVERI
CREDITS
53155010.792842651
S.G.
MART
51232942093392120
PULSAR
INTER.
5125914.0179.401979
Remedium
Lifecare
5395611405011896
Taylormade
Renewables
541228366951716
TineAgro5312059.651561445
JAIBALAJI
IND
532976547621296

મુખ્ય જાતો કે એ ગ્રુપ જાતોમાં હાઇએસ્ટ ફાયદો જિંદાલ સોએ કરાવ્યો છે. એનએસઇના ભાવ મુજબ 30-12-2022ના રોજ રૂ. 103.55 બંધ રહ્યો હતો. 2023માં જોરદાર ઉછાળા સાથે વર્ષાંતે રૂ. 412.05નું ક્લોઝીંગ આપી વાર્ષિક રૂ. 308.50નો નફો આશરે રૂ.100ના રોકાણ પર આપી 297.92%નો પ્રોફીટ કરી આપ્યો છે. બીએસઇમાં રૂ. 412 બંધ આપ્યું છે.

એ ગ્રુપની વાત કરીએ એટલે સહજ જ વાયદાવાળી જાતો યાદ આવી જાય. એનએસઇમાં વાયદાની યાદીમાં રહેલી રુરલ ઇલેક્ટ્રીફીકેશને કેરી ફોરવર્ડ ચાર્જીંસને ગણતરીમાં ન લેતાં 254.39 ટકા રીટર્ન આપ્યું છે. રફ્લી બે ટકા કેરી ફોરવર્ડ ચાર્જ ગણીએ તો પણ 12 મહીનાના 24 ટકા થાય એ બાદ કરતાં આ વળતર અંદાજે સવા બસો ટકા થાય, તે પણ ફુલ્લ રોકાણ નહીં માત્ર માર્જીન ભરીને જ સંભવ હતું. એની જ બહેન જેવી પાવર ફાઇનાન્સના વાયદામાં પણ 239.85% વાર્ષિક વળતર 2023માં મળ્યું છે.વાયદાની અન્ય 12 જાતોએ 100 ટકા પ્લસ રીટર્ન આપ્યું છે, એ અભ્યાસ કરીને શોધી કાઢજો.

આર્જેન્ટિનાના આંકમાં 360 ટકા ઉછાળો, પાકિસ્તાનનો કરાંચી ઇન્ડેક્સ પણ 54 ટકા વધ્યો સામે સેન્સેક્સમાં 19 ટકા સુધારો

વૈશ્વિક આંકોમાં આર્જેન્ટિનાના આંકે 360.06% વાર્ષિક વળતર સાથે રેકોર્ડ કર્યો છે. પાકિસ્તાનના કરાચી 100 આંકે 54.33% રીટર્ન આપ્યું છે. રશીયાનો માઇસેક્સ આંક 43.87% અને અમેરિકન નાસદાક 43.82% વધ્યો તેની સામે ડો ડોન્સ 13.70% અને એસેન્ડપી 500 આંક 24.23% તો ઘર આંગણે સેન્સેક્સે 18.74% , નિફ્ટીએ 20.03%, બેન્ક નિફ્ટીએ 12.34% અને એનએસઇ આઇટી આંકે 24.08 ટકા રીટર્ન આપ્યું છે.

ભારતના આંકોમાં ટોપ ગેઇનર્સમાં બીએસઇ એસએમઇ આઇપીઓ 46528.80(96.04%), એનએસઇ રીયલ્ટી 783.05(81.35%), એનએસઇ પીએસઇ 7854.95(79.87%), બીએસઇ સીપીએસઇ 3001.23(74.37%), બીએસઇ ઇન્ડસ્ટ્રીયલ્સ 11616.45(69.29%), બીએસઇ કેપીટલ ગુડ્સ 55643.71(66.89%) , નિફ્ટી માઇક્રોકેપ 250 આંક 18656.75(66.44%), નિફ્ટી સ્મોલકેપ 50 આંક 7132.10(64.26%), બીએસઇ ઇન્ડીયા ઇન્ફ્રા આંક 473.06(56.75%), એનએસઇ સ્મોલકેપ 15143.65(55.62%), બીએસઇ પીએસયુ આંક 15558.18(55.30%) અને બીએસઇ ભારત-22 આંક 7369.73(54.20%)નો સમાવેશ થાય છે.

ભારતીય ઉદ્યોગોના ASA  સોફ્ટવેરમાં બનાવાયેલા 126 ઉદ્યોગાંકમાંથી નવ આંકોએ 100 ટકા પ્લસ લાભ 2023માં કરાવ્યો છે. આ ઉદ્યોગ આંકો છે- ફાયર પ્રોટેક્શન 528.88(181.08%), પંપ્સ 12105.01(146.09%), કેબલ્સ પાવર 7980.21(126.34%), સ્ટીલ સ્પોન્જ આયર્ન 21128.48(110.94%), સ્ટીલ મિડીયમ-સ્મોલ 2880.98(110.31%), કોમ્પ્યુટર સોફ્ટવેર મિડીયમ 2943.22(107.54%), એન્જીન્યરીંગ ટર્ન કી 196.42(102.37%) અને ટેલિકોમ ઇક્વીપમેન્ટ 2031.59(101.45).

ભારતીય બિઝનેસ હાઉસીસમાંથી 2023માં જે ગ્રુપોએ ફાંકડો દેખાવ કર્યો છે તેમના નામ આ મુજબ છેઃ જી પી ગોયેન્કા ગ્રુપ આંક 217.06 (256.24%), ખૈતાન જૂથ ઇન્ડેક્સ 2299.85 (212.06%), લોઇડ્ઝ ગ્રુપ આંક 29190.86 (144.23%) અને કે કે બિરલા ગ્રુપ ઇન્ડેક્સ 1817 (116.05).

બિટકોઇનમાં પણ 153 ટકાનો હાઇ જમ્પ

ક્રિપ્ટો કરંસીમાં બિટકોઇન 2022ના અંતે 16602.59 $ હતો તે 2023ના અંતે 41951.81 થઇ ગયો જે 152.68% નો હાઇ જમ્પ જ ગણાય ને?

કોમોડિટી કોર્નરઃ હળદરમાં 70 ટકા, કોફીમાં 63 ટકા વધારો

કોમોડિટીઝ પર દ્રષ્ટી કરતા હળદરમાં 70 ટકાનો, કોફીમાં 63% તો ગોળમાં 21 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. સોનામાં વાયદા અને સ્પોટમાં 14-15 ટકાની વૃદ્ધિ જોવા મળી છે તો ચાંદીમાં વધારો 7 ટકા જેવો નોંધાયો છે. ડાંગર વાયદો પણ સાતેક ટકા જેવો વધ્યો છે.

અંતે કરંસીનું મૂલ્યાંકન કરીએ તો યુએસ ડૉલર સામે 3.14% વધનાર યુરો, રૂપિયા સામે 4.30% વધ્યો અને યુએસડી સામે 5.79% ગેઇન નોંધાવનાર પાઉન્ડ રૂપિયા સામે 6.23% સુધર્યો છે. $ સામે જપાનીઝ યેન 5.27 ટકા વધ્યો છે.

બાકી તો , જે વધ્યું નથી એ ઘટ્યું છે એમ માનીને ચાલવું. ઉદાહરણાર્થે 46%થી માંડીને 0 ટકાનો ઘટાડો જોનારી અમુક મેટલ્સ, 10 ટકા જેવા ઘટાડા સાથે ક્રુડ તેલ, 17-19 ટકા ઘટનાર કેસ્ટર, 10-12 ટકાનો ઘસરકો અનુભવનારા કપાસ, ગુવાર ગમ અને ધનીયા તેમ જ  અદાણી જૂથના શેરો! હાલ પૂરતું આટલું જ….

ઓલ ધ બેસ્ટ ફોર 2024…… હેપ્પી ન્યુ યર….

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)