અમદાવાદ, 11 જાન્યુઆરીઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાતના યુવાનો દ્વારા ઈલેકટ્રીક દ્વિચક્રીય વાહન માટે શરુ કરાયેલ સ્ટાર્ટઅપ – ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડે પોતાના 2 નવા મોડલ્સ માર્ક અને બીએચ150નું ખાસ નિદર્શન રાખેલ છે.

આ પ્રોડક્ટ વિશે માહિતી આપતા ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડના ફાઉન્ડર દેવાંગ ભાટીયા તેમજ સહફાઉન્ડર હિતાર્થ સુથાર અને સાજીદ મેમને જણાવ્યું હતું કે આવનારો યુગ ઈલેકટ્રીક સાધનોનો આવી રહ્યો છે ત્યારે ડેનજી મોટર્સ પ્રા. લી.એ 2 નવા મોડલ્સ માર્ક અને બીએચ150નું ખાસ નિદર્શન રાખેલ છે. વધારે આયુષ્ય ધરાવતી એલએફબી બેટરી હોવાથી જલદી ખરાબ થતી નથી. આ ઉપરાંત 3 વર્ષ અથવા 60000 કિમીની વોરંટી પણ આપવામાં આવે છે. 13 પૈસા જેટલી નજીવી કિંમતે પ્રતિ કિમી એવરેજ આપે છે. સ્પીડ 65 કિમી સ્પીડ ધરાવે છે અને 200 કિલો સુધી ભાર વહન કરે છે. સાધનના દરેક સ્પેરપાર્ટસ પણ ભારતમાં નિર્મિત છે.  માત્ર 1.5 ક્લાકમાં ચાર્જ થઈ જતી બેટરી એક વાર ચાર્જ કર્યા પછી 160 કિમી સુધી ચાલી શકે છે. 2 મોડલ અને 3 સેગમેન્ટ સાથે આગામી ત્રણ માસમાં વેચાણ માટે બજારમાં પ્રવેશતી કંપની ઈલેક્ટ્રીક સાધનોની વધતી જતી માંગને અનુલક્ષીને આગામી સમયમાં વધુ 1 મોડલ પણ લોંચ કરવા જઈ રહી છે.

ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્ક સ્થાપશે કંપની

નાના ચિલોડા ખાતે પોતાની ઓફિસ ધરાવતી કંપની પાટણ, આણંદ ખાતે ડિસ્ટ્રીબ્યુટર્સ બનાવેલ છે અને આગામી સમયે ગુજરાત સહિત ભારતભરમાં પોતાના ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્ક શરૂ કરવા જઇ રહી. આકર્ષક કલર્સ, ફીચર્સ અને મોડલ ધરાવતી ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડ કડી ખાતે પોતાનો પ્લાન્ટ ધરાવે છે. કંપની દ્વારા લોંચ કરવામાં આવેલ મોડલ કિફાયતી કિંમતે બજાર ખાતે ઉપલબ્ધ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)