ભારતમાં 5માં પ્લાન્ટ સાથે ભરૂચ નજીક સાયખા ખાતે નવા પ્લાન્ટમાં રૂપિયા 1100 મિલિયનનું મૂડીરોકાણ

TF, KF/ NTNK લિક્વિડ ઈન્કની 10,000 ટન કરતાં વધુ ઉત્પાદન ક્ષમતા, 100 કરતાં વધુ રોજગારીની તક

અમદાવાદ, 22 માર્ચ: પ્રિન્ટિંગ ઈન્ક, નવીન પેકેજિંગ સોલ્યુશન્સ તથા તેને સંલગ્ન સામગ્રીના ઉત્પાદક DIC ઈન્ડિયા લિમિટેડે ગુજરાતમાં ભરૂચ જિલ્લાના સાયખા ખાતે લિક્વિડ ઈન્ક ઉત્પાદન માટે ટોલ્યુઇન મુક્ત પ્લાન્ટ ઓપ્ટિમાનો પ્રારંભ કર્યો છે. DIC ઈન્ડિયા એ પ્રિન્ટિંગ તથા પેકેજિંગ ઈન્કના ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી કંપની DIC ગ્રુપનો એક ભાગ છે. 92,500 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્લાન્ટમાં ટીએફ, કેએફ/એનટીએનકે (ટોલ્યુઇન મુક્ત/ કેટોન મુક્ત) લિક્વિડ ઈન્કનું ફેઝ-1ની બે શિફ્ટમાં 10,000 ટન કરતાં વધુનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. કંપનીએ ફેઝ-1માં રૂ. 1100 મિલિયનના કુલ મૂડીરોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ નવા પ્લાન્ટ દ્વારા 100 કરતાં વધુ કર્મચારીઓને સીધી રોજગારી મળશે.

ભારતમાં વિસ્તરણ સાથે કંપનીના કુલ પાંચ પ્લાન્ટ્સ

આ નવા પ્લાન્ટ સાથે DIC ઈન્ડિયાનું હવે સમગ્ર ભારતમાં વિસ્તરણ થઈ રહ્યું છે. કંપનીના અન્ય ચાર પ્લાન્ટ કોલકાતા, ઉત્તરપ્રદેશ, ગુજરાત (અમદાવાદ) તથા કર્ણાટકમાં કાર્યરત છે. આ પ્રસંગે બોલતા DIC એશિયા પૅસિફિકના રિજનલ મેનેજિંગ ડિરેક્ટર પૌલ કોએકે જણાવ્યું કે, પ્રિન્ટિંગ ઈન્ક ઉત્પાદન માટે ઉત્પાદન એકમોમાં વધુ આધુનિક પ્રક્રિયા દાખલ કરી રહ્યા છીએ.