કંપનીએ 12 એન્કર રોકાણકારો પાસેથી ₹185.45 કરોડનું ફંડ એકત્ર કર્યું

અમદાવાદ, 2 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ IPO દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિમિટેડ (Divgi TorqTransfer Systems)નો રિટેલ પોર્શન બીજા દિવસના અંતે 1.56 ગણો ભરાયો હતો. જોકે, કુલ 0.38 ગણો જ ભરાયો હતો. ક્યુઆઇબી પોર્શન 0.06 ગણો, એનઆઇઆઇ હિસ્સો 0.22 ગણો ભરાયો હતો. ઇશ્યૂ તા. 3 માર્ચના રોજ બંધ થઇ રહ્યો છે.

ગ્રે પ્રિમિયમ વધ્યાઃ દિવગી ટોર્કટ્રાન્સફરના IPO માટે ગ્રે માર્કેટમાં ચહલપહલ વધી છે. ગ્રે પ્રિમિયમ ઈશ્યૂ પ્રાઈઝ સામે 70થી 75 બોલાઈ રહ્યા છે. જે IPOના પ્રથમ દિવસે રૂ. 60 આસપાસ બોલાતા હતા.


સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (X)
QIB0.06
NII0.22
Retail1.56
Total0.38

(SOURCE: BSE WEBSITE)

એન્કર ઇન્વેસ્ટર્સે રૂ. 185.45 કરોડનું ફંડ રોક્યું

IPO ઈશ્યૂના અગાઉના દિવસે 28 ફેબ્રુઆરીએ એન્કર ઈન્વેસ્ટર્સ માટે શેરદીઠ ₹ 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વટી શેરદીઠ ₹590ની અપર પ્રાઇસ બેન્ડ પર 31,43,290 ઇક્વિટી શેરની ફાળવણી કરી હતી. જેમાં ₹185.45 કરોડનું ફંડ ઊભું કર્યું હતું. એન્કર ઈન્વેસ્ટર્સમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્મોલ કેપ ફંડ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા ટ્રસ્ટી, ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઈસ ટ્રસ્ટીશિપ કંપની, મોતીલાલ ઓસ્વાલ લાર્જ એન્ડ મીડકેપ ફંડ, આદિત્ય બિરલા સનલાઈફ ઈન્સ્યોરન્સ કંપની, મેથ્યૂઝ એશિયા ફંડ્સ, ઓરિજિન માસ્ટર લિ., બેંગાલ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સહિતના ફંડ્સ સામેલ હતા. એન્કર રોકાણકારોને ફાળવણી થયેલા કુલ 31,43,290 ઇક્વિટી શેરમાંથી 24,40,625 ઇક્વિટી શેર (એટલે કે એન્કર રોકાણકારોની કુલ ફાળવણીમાં 77.65 ટકા) કુલ 8 સ્કીમ દ્વારા 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવવામાં આવ્યાં હતાં.