અમદાવાદ, 2 માર્ચઃ સેન્સેક્સમાં ગુરુવારે 502 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે અદાણી જૂથના શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ મંદી અને શેરબજારમાં સર્જાયેલા અવિશ્વાસના મુદ્દે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની આગેવાની હેઠળ 6 સભ્યોની પેનલ રચી બે માસમાં રિપોર્ટ આપવા આપેલા નિર્દેશના પગલે અદાણી જૂથના તમામ 10 શેર્સમાં સંગીન સુધારાની ચાલ આગળ વધી હતી. તે પૈકી અદાણી પાવર, અદાણઈ ટ્રાન્સ, અદાણી ગ્રીન, અદાણી વિલમર અને અંબુજા સિમેન્ટના શેર્સમાં પાંચ ટકાની તેજીની સર્કિટ વાગી હતી.

અદાણી જૂથના શેર્સની ગુરુવારની સ્થિતિ એક નજરે

COMPANYCLOSING+/-%
ADANI ENT.1606.702.69
ADANI PORT623.203.50
ADANI POWER161.404.98
ADANI TRANS708.355.00
ADANI GREEN535.254.99
ADANI TOTAL744.654.41
ADANI WILMAR398.404.99
ACC1802.051.85
AMBUJA CEM.370.854.94
NDTV209.654.96

નિફ્ટીએ 17400ની સપાટી ફરી ગુમાવી

BUSINESSGUJARAT.INના વાચકમિત્રો ગઇકાલે સવારે રજૂ કરેલી પોષ્ટ અનુસાર….

ગઇકાલના સુધારાને ભૂંસવા સાથે... આજે BSE સેન્સેક્સ 59,423.79 અને 58,866.26 પોઈન્ટ્સની રેન્જમાં રમી છેલ્લે 501.73 પોઈન્ટ્સ ગગડીને 58909.35 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,445.80 અને 17,306.00 પોઈન્ટ્સની રેન્જમાં રમી 129.00 પોઈન્ટ્સના કડાકા સાથે 17321.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. વિવિધ સેક્ટોરલ્સ પૈકી રિયલ્ટી, ઓઈલ-ગેસ, પાવર અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે આઈટી, ટેકનો, ઓટો, બેન્ક, ફાઈનાન્શિયલ અને ટેલીકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.13 ટકા અને 0.22 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને ફરી નેગેટિવ

વિગતકુલવધ્યાઘટ્યા
સેન્સેક્સ30426
બીએસઇ360015381936