મુંબઇ, ૨ માર્ચ: વાયદામાં બપોર બાદ નીકળેલી વેચવાલીનાં કારણે કૄષિ કોમોડિટીનાં ભાવમાં નરમાઇ  જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૭૬૭૯.૧૦ ખુલી ૭૪૯૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૧૧ રૂ. ખુલી ઉંચામાં ૭૭૧૧ તથા નીચામાં ૭૭૧૧ રૂ. થઇ સાંજે ૭૭૧૧ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગયવાર ગમ, ગુવાર સીડ તથા જીરૂનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી.  જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૮૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૩૯ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૭૪ રૂ. ખુલી ૬૩૬૪  રૂ., દિવેલનાં ભાવ ૧૩૨૧ રૂ. ખુલી ૧૩૨૧ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૦૦ રૂ. ખુલી ૨૫૯૪ રૂ., ધાણા ૭૦૯૨ રૂ. ખુલી ૭૦૫૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૯૦ રૂ. ખુલી ૫૫૩૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૦૮૦ રૂ. ખુલી ૧૧૬૮૬ રૂ., જીરાનાં ભાવ ૩૧૦૦૦ રૂ. ખુલી ૩૦૦૨૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૭.૦૦ રૂ. ખુલી ૧૬૧૪.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૯૩૮૦ ખુલી ૪૯૨૪૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૧૩૦  રૂ. ખુલી ૭૦૪૨ રૂ. બંધ રહ્યા હતા.