Diwali Muhurut Stock Picks: SBI, Titan, Cipla સહિતના શેરો 20થી 40 ટકા વધવાની શક્યતા
અમદાવાદ, 9 નવેમ્બરઃ સ્થાનિક શેરબજારોએ વિક્રમ સંવત 2079માં આકર્ષક રિટર્ન આપનારા વિશ્વના સ્ટોક એક્સચેન્જીસમાં બેસ્ટ પર્ફોર્મર રહ્યા છે. નિફ્ટી-50એ 10 ટકા જ્યારે નિફ્ટી મીડકેપ 30 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 36 ટકા વધ્યો છે. સ્થિર આર્થિક સ્થિતિ, મજબૂત કોર્પોરેટ કમાણી, FII રોકાણ પ્રવાહ (માર્ચ-ઓગસ્ટ’23), રેકોર્ડ એસઆઈપી અને રિટેલ રોકાણકારોની રૂચિએ માર્કેટમાં સુધારાનો માહોલ જારી રહેવાના આશાવાદ સાથે મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝે આ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં આગામી સમયમાં 30થી 40 ટકા રિટર્ન આપનારા શેરોની ખરીદી કરવા સલાહ આપી છે.
આઉટલૂકઃ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતનુ અર્થતંત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.નિફ્ટી 17.6xના 12-મહિના ફોરવર્ડ P/E પર ટ્રેડિંગ કરી રહ્યો છે, જે તેની 10-વર્ષની એવરેજ કરતાં 13% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. અમારું માનવું છે કે આગામી બે ત્રિમાસિક ગાળામાં, બજારના એકંદર અપટ્રેન્ડની સાથે સેક્ટોરલ તેજી જોવા મળશે. જેને ધ્યાનમાં રાખી અમે આ દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ માટે અમુક શેરોમાં રોકાણ કરવા ભલામણ કરી છે. અમારા ગયા વર્ષની દિવાળી પિક્સે સારી કામગીરી બજાવી છે, અમારા કેટલાક આઇડિયા જેમ કે L&T (+58%), IDFC ફર્સ્ટ (+48%), લેમન ટ્રી (+38%) નિફ્ટીના 10%ના અંદાજિત રિટર્નની સરખામણીમાં વધુ સારું રિટર્ન આપી રહ્યા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો