અમદાવાદ, 5 ડિસેમ્બરઃ શેરબજાર અને કિંમતી ધાતુઓ રેકોર્ડ ટોચે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયા નજીક પહોંચી નવી લો સપાટી બનાવવા મથામણ કરી રહ્યો છે. જો કે, વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં વાપસીના કારણે નિષ્ણાતોને રૂપિયો આગામી 83થી 83.40ની રેન્જમાં સ્થિર થઈ શકે છે.

પાંચ વર્ષ નીચી લિક્વિડિટી ખાધ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ડોલર વેચીને વિદેશી વિનિમય બજારમાં હસ્તક્ષેપ કરવાની ક્ષમતાને પ્રતિબંધિત કરે છે. વધુમાં, ઓઈલ અને સોનાના આયાતકારો પાસેથી ડોલરની મજબૂત માંગ વેપાર ખાધમાં વધારો કરી શકે છે.

નબળો રૂપિયો વિદેશમાં તેની ખરીદ શક્તિમાં ઘટાડો કરે છે, પરિણામે આયાતી માલસામાન અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે. આ અસરને ઘટાડવા માટે, આ આયાત માટે અવેજી બનાવવાની ભારતની ક્ષમતા નિર્ણાયક બની જાય છે કારણ કે તે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકે છે.

વિશ્લેષકો સૂચવે છે કે મોંઘી આયાતમાં નોંધપાત્ર ઘટાડો કરી અર્થતંત્રને વેગ આપવો જરૂરી છે. ડોલર સામે રૂપિયામાં ઘટાડો અટકાવવામાં ન આવ્યો તો જીડીપી ગ્રોથમાં પડકારો વધશે.

ચોઈસ બ્રોકિંગના વિશ્લેષકો અક્ષત ગર્ગના મતે, નબળા રૂપિયો આયાતી ફુગાવાનું કારણ બને છે, ખાસ કરીને ક્રૂડ જેવી કોમોડિટીમાં, જે એકંદર કિંમતોને અસર કરી શકે છે. તે વ્યાપક વેપાર સંતુલન અને ચાલુ ખાતાની ખાધમાં સંભવિત વધારો તરફ દોરી શકે છે. નબળો રૂપિયો ઊંચા વળતર માટે વિદેશી રોકાણકારોને આકર્ષી શકે છે પરંતુ ચલણની સ્થિરતા અંગે ચિંતા પેદા કરી શકે છે. વિદેશી ચલણમાં સરકારી દેવું વધુ સર્વિસિંગ ખર્ચનો સામનો કરી શકે છે.

નબળો રૂપિયો આ સેક્ટર માટે આશાનું કિરણ

નબળો રૂપિયો વિદેશી બજારોમાં ખર્ચ ઘટાડીને નિકાસ સ્પર્ધાત્મકતા વધારી શકે છે. આવા સંજોગોમાં આઇટી, ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ જેવા ઉદ્યોગોમાં માંગમાં વધારો થવાની શક્યતા છે. આ ક્ષેત્રોની નિકાસમાં નોંધપાત્ર લાભની સંભાવના દર્શાવે છે.

કાપડ ઉદ્યોગ: નબળા રૂપિયાથી ટેક્સટાઈલ ઉદ્યોગને ફાયદો થવાની સંભાવના છે, ખાસ કરીને મુખ્ય બજારોની સતત માંગ સાથે. હાલમાં, ભારત કાપડની નિકાસમાં વૈશ્વિક સ્તરે છઠ્ઠું સ્થાન ધરાવે છે, જેમાં યુએસએ અને યુરોપિયન યુનિયનની નિકાસ અનુક્રમે 27 ટકા અને 18 ટકા છે.

ટુરિઝમ: નબળો રૂપિયો સંભવિતપણે વધુ વિદેશી પ્રવાસીઓને ભારતમાં આકર્ષી શકે છે કારણ કે તે તેમની ખરીદ શક્તિમાં વધારો કરે છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી દ્વારા જારી ડેટા અનુસાર ભારતે ગયા વર્ષે 85.9 લાખ વિદેશી પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO): રૂપિયાના ઘટાડાથી નિકાસમાંથી કમાણીમાં વધારો થઈ શકે છે અને આ ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા વધી શકે છે.

ફાર્માસ્યુટિકલ્સ: નબળો રૂપિયો ભારતીય ફાર્માસ્યુટિકલ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખર્ચ-અસરકારક બનાવી શકે છે, સંભવિત રીતે નિકાસ વોલ્યુમમાં વધારો કરી શકે છે. આ ક્ષેત્ર વૈશ્વિક નિકાસમાં 20 ટકા યોગદાન આપે છે.

કોમોડિટી અને કુદરતી સંસાધનો: રૂપિયામાં ઘસારો ખનિજો અને કૃષિ માલ જેવી કોમોડિટીઝની નિકાસમાં સંકળાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન આપે છે, કારણ કે તે વૈશ્વિક બજારમાં તેમના ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક કિંમતે બનાવે છે.

આ સેક્ટર્સને થશે નુકસાન

આયાત પર નિર્ભર ઉદ્યોગોને નુકસાન થવાની શક્યતા છે. નબળા રૂપિયાના કારણે ઈલેક્ટ્રોનિક્સ અને મશીનરી જેવા ક્ષેત્રોમાં ખર્ચ અને પડકારો વધ્યા છે.

કન્ઝ્યુમર ગુડ્સ: ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ઉપભોક્તા ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે, જે ઉત્પાદકો અને ખરીદદારો બંનેને અસર કરે છે.

ઓઇલ અને ગેસ સેક્ટર: આ સેક્ટરમાં ઊંચા આયાત ખર્ચ પરિવહન પર નિર્ભર ઉદ્યોગોને અસર કરી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)