માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20756- 20657, રેઝિસ્ટન્સ 20909- 20963, ઇન્ટ્રા-ડે વોચઃ ગોદરેજ સીપી, જેએસડબલ્યૂ સ્ટીલ

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને બુલ્સની બૂમ-બૂમ વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી સહિત પસંદગીના સેક્ટર્સ ઓલટાઇમ હાઇથી હાઇ રમી રહ્યા છે. એફઆઇઆઇની હાજરી- ગેરહાજરીને મારો ગોલીની જેમ માર્કેટ ગોલીની જેમ નવાં નિશાન પાર પાડી રહ્યું છે. તે સંજોગોમાં ટેક્નો- ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી તપાસી તપાસી તપાસી….. રિપિટ તપાસીને ખરીદવાનો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે. રોકાણકારો સાવધાન…. નાણા કોથળી સાવધાન…..

ટેકનિકલી નિફ્ટી માટે સપોર્ટ 20756- 20657, રેઝિસ્ટન્સ 20909- 20963 સપાટીઓ ધ્યાનમાં રાખી બુધવારે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. 20700 પોઇન્ટની સપાટી નજીક નિફ્ટીએ ડબલ બોટમ પેટર્ન બનાવી છે. સાથે સાથે 20500ના લેવલને મજબૂત સપોર્ટ બનાવ્યું છે. અને આરએસઆઇ સહિતના મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સંકેત આપે છે કે, માર્કેટનો ટ્રેન્ડ મજબૂતાઇનો છે. પરંતુ પોઝિશન ઓવરસોલ્ડ છે. માટે એકાદ માઇનોર કરેક્શનને બાદ કરતાં તેજીના તાલ સાથે નાતાલ 21000 પોઇન્ટ સાથે ઊજવવાનો આશાવાદ સર્વત્ર વ્યાપી રહ્યો છે.

બેન્ક નિફ્ટીએ 47230 પોઇન્ટના લેવલ સાથે દોજી કેન્ડલ અને ઓલટાઇમ હાઇ ક્લોઝિંગ આપીને સંકેત આપ્યો છે કે માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનમાં છે. 47300- 47500ની ટ્રેડિંગ રેન્જ શોર્ટટર્મ માટે ધ્યાનમાં રાખીને સ્ટોક્સ અને સેક્ટર સિલેક્શન માટે રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)