40માં વર્ષે નિવૃત્ત થવાનું સ્વપ્ન છે? તેના માટે નાણાકીય વ્યૂહરચનાને સમજો
ફાઇનાન્સિયલ પ્લાનિંગ એટ એ ગ્લાન્સ | રીતુ પ્રસાદ |
નિવૃત્તિની કોઈપણ ચર્ચા થાય ત્યારે આપણને આપમેળે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના હોવાનો વિચાર આવવા લાગે છે. જો આપણે અમારી નિવૃત્તિને ઓછામાં ઓછા એક દાયકો ઘટાડી શકીએ એટલે કે – 50 વર્ષ કે તેનાથી પણ પહેલા કરી શકીએ તો કેવું રહે… મુશ્કેલ અથવા અશક્ય લાગે છે, પરંતુ જો યોગ્ય આયોજન અને અમલ સાથે કરવામાં આવે તો તે ચોક્કસ બની શકે છે. વહેલા નિવૃત્તિનું આયોજન કરવા માટે તમારી નાણાકીય સ્થિતિને લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી જોવી જોઈએ અને નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ અને વહેલું આયોજન કરવું જરૂરી છે. તેમાં તમારા નાણાકીય લક્ષ્યોને ઓળખવા, વર્તમાન નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને બચત, રોકાણો અને ખર્ચાઓને આવરી લેતી વ્યાપક યોજના બનાવવાનો સમાવેશ થાય છે. આ લેખમાં, આપણે વહેલા નિવૃત્તિની યોજના બનાવવા અને નાણાકીય રીતે સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરવા માટે તમે લઈ શકો તેવા કેટલાક આવશ્યક પગલાં વિશે ચર્ચા કરીશું.
સૌપ્રથમ પગલું: કોર્પસની ગણતરી: નિવૃત્તિ પછીના કોર્પસ એટલે કે કુલ ભંડોળની ગણતરી કરવી એ એક નિર્ણાયક પાસું છે કારણ કે તે નિર્ધારિત કરશે કે તમારે નિવૃત્તિ માટે કેટલા નાણાં બચાવવા અને રોકાણ કરવાની જરૂર પડશે, જેથી નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાય અને ત્યાર પછી ઇચ્છનીય જીવનશૈલી મેળવવા માટે સક્ષમ બની શકાય. આયોજન કરતી વખતે, એ સુનિશ્ચિત કરવું પણ જરૂરી છે કે સાચવેલી રકમ પૂરી ન થઈ જાય. તેના બદલે, તે વર્ષો-વર્ષ વધવી જોઈએ, આદર્શ રીતે ફુગાવા કરતાં વધુ દરે. ઉદાહરણ તરીકે: જો તમે 25 વર્ષના છો અને 40 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાનું વિચારી રહ્યા છો. 2023માં તમારો માસિક ખર્ચ રૂ. 40,000 છે. વાર્ષિક 6% ફુગાવો ધારીએ છીએ, 15 વર્ષ પછી જ્યારે તમે 40 વર્ષના થશો, ત્યારે તમારા માસિક ખર્ચ વર્ષ 2038માં અંદાજે રૂ. 95,862 થશે. વધુમાં, તમે નિવૃત્ત થયા પછી ફુગાવાની અસર ચાલુ જ રહેશે. આ મુજબ, તમારા નિવૃત્તિ કોર્પસમાં આ બધુ સમાવિષ્ટ થવું જરૂરી છે.
25 વર્ષની ઉંમરે વર્તમાન માસિક ખર્ચ | રૂ. 40,000 |
ધારેલ ફુગાવો | 6% |
40 વર્ષની ઉંમરે જરૂરી માસિક કોર્પસ | રૂ. 95,862 |
40 વર્ષની ઉંમરે આવશ્યક વાર્ષિક કોર્પસ | રૂ. 95,862 x 12 = રૂ. 11,50,348 |
જો તમને 40 વર્ષની ઉંમરે વાર્ષિક ખર્ચ તરીકે રૂ. 11.5 લાખની જરૂર હોય, તો ફુગાવાના કારણે આ ખર્ચનો આંકડો તમારી ઉંમરના 70 કે 80ના દાયકામાં તમે પહોંચો ત્યાં સુધી વધવાની શક્યતા છે. આથી, નિવૃત્તિ કોર્પસની ગણતરીમાં દર વર્ષે ફૂગાવા સાથેના ખર્ચનો સમાવેશ થવો જોઈએ.
FIRE પદ્ધતિ: વહેલા નિવૃત્તિ માટે નાણાં બચાવવા માટેની એક લોકપ્રિય પદ્ધતિ છે F.I.R.E (ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી). F.I.R.E પદ્ધતિ મહત્તમ બચત માટે કરકસરભરી જીવનશૈલી જીવવા પર, દેણા હોય તે વહેલા ક્લિયર કરવા પર અને આક્રમક રોકાણો દ્વારા સક્રિય વળતર પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. FIRE પદ્ધતિના મુખ્ય સિદ્ધાંતોમાં ખર્ચ ઘટાડવા, આવક વધારવી, આક્રમક રીતે બચત કરવી, નિષ્ક્રિય એટલે કે બેઠી આવક પેદા કરતી અસ્કયામતોમાં રોકાણ અને નિરીક્ષણ શામેલ છે. આ સિદ્ધાંતો સાથે, તમે સંભવિતપણે 50 વર્ષની ઉંમર સુધીમાં અથવા તે પહેલાં નિવૃત્ત થઈ શકો છો.
વૃદ્ધિ પ્રેરક તરીકે ક્રેડિટ: જો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ક્રેડિટ ફાયદાકારક બની શકે છે. તમે તમારી લાભ આપતી સંપત્તિમાં ભંડોળ ઉમેરવા માટે ક્રેડિટનો ઉપયોગ કરી શકો છો જે લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં મદદ કરશે અને આ રીતે તમને વધુ આર્થિક રીતે સ્વતંત્ર બનાવશે. લાંબા ગાળાની બચત યોજનાઓમાં ભંડોળને સમય પહેલા ઉપાડવાને બદલે કટોકટીની સ્થિતિમાં તરલતા પેદા કરવામાં ક્રેડિટ પણ મદદ કરી શકે છે કારણ કે ભંડોળ ઉપડવાથી વ્યાજનું નુકસાન જાય છે. તમારી જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે હોમ લોન, ઓટો લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અથવા પર્સનલ લોન જેવા વિવિધ લોન વિકલ્પો ઉપલબ્ધ છે.
એક સર્વે મુજબ, ભારતમાં વ્યક્તિગત લોનમાં FY21-22 થી ઉત્પત્તિમાં 46% વૃદ્ધિ (મૂલ્ય દ્વારા) જોવા મળી છે અને 67% લોન લેનારાઓએ ભંડોળની જરૂરિયાતોને પહોંચી વળવા તેમના જીવનમાં કોઈક સમયે પર્સનલ લોન લીધી છે. હોમ ક્રેડિટનો વાર્ષિક અભ્યાસ – હાઉ ઈન્ડિયા બોરોઝ (HIB) 2022, શોપિંગ અથવા ક્રેડિટ લેવા માટે ખરીદદારોની પસંદગી તરીકે EMI કાર્ડ હોવાનું દર્શાવે છે, કારણ કે મહામારી પછી ગ્રાહકો સરળ EMI દ્વારા મોટી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.
રોકાણ કરો – તમારા પૈસાને તમારા માટે કામે લગાવો: નિવૃત્તિ કોર્પસ બનાવવા માંગતા વ્યક્તિઓ માટે વિવિધ પ્રકારના રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. જો તમે ઉચ્ચ-જોખમ સાથે ઉચ્ચ વૃદ્ધિની શોધમાં હોવ, તો શેરબજારમાં રોકાણ એ તમારી પાસે રહેલા વિકલ્પોમાંથી એક છે. તમે શેરમાં અથવા IPO દ્વારા અથવા મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા સીધું રોકાણ કરી શકો છો. રિયલ એસ્ટેટ એ રોકાણનો બીજો વિકલ્પ છે જે નિષ્ક્રિય આવક પેદા કરી શકે છે. ભાડાની મિલકતો આવકનો સ્થિર પ્રવાહ પ્રદાન કરી શકે છે અને સમય જતાં મૂલ્યમાં વધારો આપી શકે છે. રોકાણનો બીજો સમૂહ એવો છે કે જેઓ ન્યૂનતમ જોખમો સાથે લાંબા ગાળામાં એકરૂપ વળતર આપે છે જેમાં શામેલ છે નિવૃત્તિ સુધી એમ્પ્લોઈ પ્રોવિડેંટ ફંડ (EPF), લાંબા ગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ (5 વર્ષ અને તેથી વધુ) અને બુલિયન, સરકારી યોજનાઓ જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કરમુક્ત પોસ્ટ-ઓફિસ યોજનાઓ, સરકારી સિક્યોરિટીઝ અને રાષ્ટ્રીય પેન્શન યોજના. રોકાણનું આયોજન કરતી વખતે, વૈવિધ્યસભર પોર્ટફોલિયો પસંદ કરવા અને બધા ફળોને એક ટોપલીમાં ન મૂકવા મહત્વપૂર્ણ છે. આનાથી જોખમ સામે રક્ષણ મેળવવામાં અને અસ્કયામતોને શ્રેષ્ઠ વળતર માટે ગોઠવવામાં મદદ મળે છે.
નાણાકીય સલાહકારને કામ સોંપતી વખતે શું ધ્યાનમાં લેવું?: તમારી વહેલા નિવૃત્તિની યોજના બનાવવા માટે નાણાકીય સલાહકારને એપોઈન્ટ કરતી વખતે, તેમની લાયકાતો અને અનુભવ, ફીનું માળખું, રોકાણની ફિલસૂફી અને જોખમ વ્યવસ્થાપન માટેના અભિગમને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. એક સારા નાણાકીય સલાહકાર તમારી સાથે વ્યક્તિગત નિવૃત્તિ યોજના વિકસાવવા માટે સક્ષમ હોવા જોઈએ જે તમારા અનન્ય લક્ષ્યો, જોખમ સામે રક્ષણ અને નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લે છે અને તમારી નિવૃત્તિના ઉદ્દેશ્યો હાંસલ કરવામાં તમારી સહાયતા માટે સતત સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડે. આજના વ્યસ્ત જીવન અને દુનિયામાં, તમને તમારા શોખ અથવા મનપસંદ પ્રવૃત્તિ માટે કદાચ સમય ન મળે, પરંતુ યોગ્ય ઉંમરે વહેલી નિવૃત્તિ તમને તમને તે માટે તમે ઇચ્છો તેટલો સમય આપશે.
(આ લેખના લેખક: VP –પ્રોડક્ટ મેનેજમેન્ટ –હોમ ક્રેડિટ ઇન્ડિયા છે. વિચારો તેમના અંગત છે. રોકાણકારોએ યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લેવો આવશ્યક છે)