અમદાવાદ: આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ સામાજિક સંરક્ષણ નિયામક અને ગુજરાત સ્ટેટ હેન્ડિકેપ્ડ (દિવ્યાંગ) ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ, ગુજરાત સરકાર સાથે જોડાણમાં સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (સીઇડીએ – દિવ્યાંગ સશક્તિકરણ કેન્દ્ર)ની સ્થાપના કરી છે. આજે EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સફળ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું હતું અને તમામ માટે એકસમાન તકો ધરાવતા સર્વસમાવેશક સમાજની જરૂરિયાત વિશે પ્રસિદ્ધ વ્યવસાયિકોએ સંવાદ કર્યો હતો.

ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગજનોના સશક્તિકરણ વિભાગના સચિવ, આઇએએસ, રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે, “સમાજે દિવ્યાંગજનોના તાલીમ, કૌશલ્ય નિર્માણ અને માર્ગદર્શન દ્વારા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમના માટે નવી તકો ઊભી કરવાની જરૂર છે અને તેમને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા જોઈએ. સરકાર EDII જેવી સંસ્થાઓના સાથસહકાર સાથે આ ક્ષેત્રમાં કામ કરી રહી છે.

EDIIના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યું હુતં કે, EDIIનું સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ફોર ડિફરન્ટલી એબલ્ડ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો મારફતે 8,000 સંભવિત ઉદ્યોગસાહસિકો સુધી પહોંચ્યું તથા માર્ચ, 2022 સુધી દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોએ 683 ઉદ્યોગસાહસોની સ્થાપના કરી છે.

એવોર્ડ્સ અને ઇનામ મેળવનારા સફળ દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો આ પ્રસંગે પ્રસિદ્ધ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને તેમની મર્યાદાઓથી પર થઈને સફળતા મેળવવા બદલ એવોર્ડ એનાયત થયા હતા. આ એવોર્ડવિજેતાઓમાં સામેલ હતાઃ સીએ. વિપિન જૈન (મનોજ વિપિન એન્ડ કંપની), શ્રી કેતનકુમાર આર પટેલ (શ્રી વેલ્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ), શ્રી અમિતકુમાર એમ પટેલ (નેક્સસલિન્ક સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ), શ્રી હેમેન્દ્ર એન જન્સારી (વાય એચ આર મલ્ટિપ્લ સપ્લાય એન્ડ સર્વિસીસ) અને સુશ્રી નિશા સાલેટ (સત્વ પેકેજિંગ). દરેકને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ એનાયત થયું હતું.