અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ આજે ઈએમએસ લિ.ના આઈપીઓએ 33.43 ટકા પ્રિમિયમે બીએસઈ ખાતે 281.55ના સ્તરે અને એનએસઈ ખાતે 282.05ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રોકાણકારોને તેની ટોચથી 42.58 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. ઈએમએસએ રૂ. 211ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 290.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી.

ઈએમએસના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી 149.98 ગણો, એનઆઈઆઈ 84.39 ગણો અને રિટેલ 30.55 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 76.21 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટમાં ઈએમએસ માટે 47% (રૂ. 100) પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા.

ઈએમએસ લિસ્ટિંગ એક નજરે

ઈશ્યૂ સાઈઝ321.24 કરોડ
ઈશ્યૂ પ્રાઈઝ211
જીએમપીરૂ. 100
લિસ્ટિંગ બંધ279.75
રિટર્ન32.58 ટકા

હાઇ-ગ્રીન કાર્બનના આઈપીઓનું સફળ એન્કર ઈન્વેસ્ટમેન્ટ

રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશીપ કંપની હાઇ-ગ્રીનના આઈપીઓએ 8 એન્કર ઈન્વેસ્ટર્સ મારફત શેરદીઠ રૂ. 75ના ભાવે કુલ 19.84 લાખ શેર્સની ફાળવણી કરી રૂ. 14.88 કરોડ એકત્ર કર્યા છે. ઈશ્યૂ 21થી 25 સપ્ટેમ્બર સુધી ખૂલ્લો મુકાયો છે.

એન્કર ઇન્વેસ્ટર્સમાં રેઝોનન્સ અપોર્ચ્યુનિટિઝ ફંડને 4,19,200 શેર્સ ફાળવાયા છે, જે બાદ એનએવી કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ (3,88,800), બીઓએફએ સિક્યુરિટિઝ યુરોપ (2,72,000 શેર્સ), મોર્ગન સ્ટેનલી એશિયા સિંગાપોર (2,67,200 શેર્સ), મનીવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિ.(2,33,600 શેર્સ), એલસી રેડિયન્સ ફંડ વીસીસી (1,34,400 શેર્સ), એલઆરએસડી સિક્યુરિટિઝ પ્રાઇવેટ લિ. (1,34,400 શેર્સ) અને રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિ. (1,34,400 શેર્સ) ફાળવાયા છે.

કંપની પ્રતિ ઇક્વિટી શેર રૂ. 71-75ના પ્રાઇઝ બેન્ડ પર 52.80 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ ઈશ્યૂ એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ કરાશે. જેનું ગ્રે માર્કેટમાં રૂ. 50 (67 ટકા) પ્રિમિયમ છે.