નવી દિલ્હીઃ એમ્પ્લોઇસ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હવે વય આધારીત રિસ્ક પ્રોફાઇલ આધારીત મૂડીરોકાણ વિકલ્પો તેના પ્રોવિડેન્ટ ફંડ અને પેન્શન સ્કીમ સબસ્ક્રાઇબર્સને ઓફર કરવા જઇ રહ્યું છે.

એકવાર ઓપ્શન અમલી થશે પછી EPFO યુવા EPFO સબસ્ક્રાઇબર્સ માટે હાઇ રિસ્ક- હાઇ રિટર્ન ધરાવતાં EQUITY ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઊંચા મૂડીરોકાણ કરવાનો વિકલ્પ અપનાવશે. જ્યારે નિવૃત્તિના આરે પહોંચેલા રોકાણકારો માટે સેફ ડેટ ફંડ મૂડીરોકાણનો વિકલ્પ અપનાવશે.

આ દરખાસ્ત EPFOની લાંબાગાળાની તેના મૂડીરોકાણ પોર્ટફોલિયો વિસ્તરણ યોજના દ્રારા ઊંચા રિટર્ન અને કમાણી તેના સબસ્ક્રાઇબર્સને ઓફર કરવાની છે. હાલમાં EPFO તેના ફંડના 15 ટકા મૂડી EQUITYમાં ઇટીએફ્સ મારફત રોકી શકે છે. તેમાં નિફ્ટી-50, સેન્સેક્સ, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસિસ, અને ભારત 22 ઇન્ડાઇસિસ આધારીત ઇટીએફનો સમાવેશ થાય છે. હાલમાં EPFO પાસે આશરે 6 કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે રૂ. 15 લાખ કરોડનું ફંડ હોવાનું મનાય છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર પ્રોવિડેન્ટ અને પેન્શન ડિપોઝિટ્સનું અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ યોજના છે.

નવી યોજનાથી વય અને રિસ્ક ટેકિંગ કેપેસિટીના આધારે વિવિધતાસભર રોકાણ કરાશે. જે યુવા રોકાણકારો હોય તેમનું વધુ ફંડ EQUITYમાં રોકાશે.

પેન્શન ફંડ્સનું રોકાણ લાંબાગાળા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચકર અને રિયલ એસ્ટેટમાં કરવામાં આવશે. જેથી વધુ રિટર્ન મેળવી શકાય. EPFO સતત એવો પ્રયાસ કરે છે કે, તે નાની બચત યોજનાઓ અને બેન્ક એફડી કરતાં વધુ ઊંચું રિટર્ન મળે. પરંતુ હવે લાગે છે કે, માત્ર ઊંચા વ્યાજદરમાં જ રહેવાથી ઊંચુ રિટર્ન મળી શકે તેમ નથી. ઇન્વેસ્ટમેન્ટ ફ્લેક્સિબિલિટીના વિકલ્પ સાથે EPFO સબસ્ક્રાઇબર્સ ખાસ કરીને યંગસ્ટર્સ માટે સારો એપ્રોચ ગણાવી શકાય. જોકે, એ જોવાનું રહેશે કે, ઇન્ડિવિજ્યુઅલ રિટર્નની ગણતરી તે કેવી રીતે કરી શકે છે.

2015-16થી શરૂ કર્યું છે EQUITYમાં ઇન્વેસ્ટમેન્ટ

EPFOએ 2015-16થી પ્રથમ વર્ષે 5 ટકા,બીજા વર્ષે 10 ટકા અને ત્યારપછીના વર્ષોમાં 15 ટકા મૂડી EQUITYમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. અત્યારસુધીમાં EPFOએ EQUITYમાં રૂ. 1.70 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે. તેમાંથી માર્ચ-22 સુધીમાં રૂ. 22000 કરોડ વિડ્રો કર્યા છે.

EPFO એ 2021-22 માટે 8.1 ટકા ઇન્ટરેસ્ટ ક્રેડિટ કર્યું છે. જે 1977-78 પછીનું સૌથી નીચું ઇન્ટરેસ્ટ હોવાનું ઇન્ડસ્ટ્રી નિષ્ણાતો જણાવે છે. 1977-78નીમ તેણે 8 ટકા અને 2020- 21 તથા 2019-20માં 8 ટકાના દરે વ્યાજ જમા કરાવ્યું હતું.

 

નવી રિસ્ક પ્રોફાઇલ આધારીત ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનના ફાયદા

  • યુવા રોકાણકારો માટે રિસ્ક અને રિટર્નને ધ્યાનમાં રાખીને ઘડાશે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી
  • પેન્શન અને પીએફ ફંડને અલગ અલગ કરવામાં આવશે.
  • પીએફ કોર્પસને પણ વય અને જોખમ આધારીત પ્રોફાઇલ્સમાં વહેંચવામાં આવશે.
  • યુવા સબસ્ક્રાઇબર્સના ફંડમાંથી વધુ હિસ્સો EQUITY ઇન્વેસ્ટમેન્ટ માટે ફાળવાશે.
  • વરિષ્ઠ મેમ્બર્સ માટે બોન્ડ અને ડેટ ફંડ્સમાં રોકાણ કરાશે.
  • હાલમાં ક્રમશઃ વૃદ્ધિ સાથેનું મૂડીરોકાણ વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટ થઇ રહ્યું છે.

નવી સ્કીમ સામેના પડકારો

  • વ્યક્તિગત મેમ્બરદીઠ રિટર્ન કેવી રીતે નક્કી કરાશે તે અંગે કોઇ જાણકારી નથી
  • હાલમાં EPFO તમામ મેમ્બર્સને એક સરખું જ રિટર્ન ફાળવે છે