ઇક્વિટી એવરગ્રીનઃ છેલ્લા 3 વર્ષમાં 17.2% જ્યારે 10 વર્ષમાં 12.9%ની વૃદ્ધિ નોંધાવી સેન્સેક્સે
અમદાવાદઃ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની રચના કરવી એ ખૂબજ જટિલ અને મહેનત માગી લે તેવી કામગીરી છે. ખાસ કરીને જ્યારે શોર્ટ, મિડિયમ તેમજ લોંગટર્મ આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ એસેટ ક્લાસની પસંદગી કરીને વૈવિધ્યકૃત પોર્ટફોલિયો રચવાનો હોય ત્યારે રોકાણકારો ગૂંચવાઇ જતાં હોય છે. મોટાભાગના રોકાણકારો માત્ર રિટર્ન આધારીત રોકાણ કરતાં હોય છે. પરંતુ બહૂ જ ઓછાં રોકાણકારો એસેટ ક્રિએશનને ધ્યાનમાં રોકાણ કરવાનો આગ્રહ રાખી શકે છે. તે પણ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અનુસાર
પ્રત્યેક મૂડીરોકાણ સ્રોત વોલેટિલિટી રિસ્ક સાથે સંકળાયેલો હોય છે. તે પછી સેવિંગ્સ એકાઉન્ટ હોય કે સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ ઇક્વિટી ટ્રેડિંગ હોય. પરંતુ એક વાત સુનિશ્ચિત છે કે, જે રોકાણકારો લાંબાગાળા માટે એટલે કે 10 કે તેથી વધુ વર્ષ માટે મૂડીરોકાણ કરતાં હોય છે. તેમના રિટર્નનું પ્રમાણ ખાસ્સું આકર્ષક હોય છે.
આવો આપણે વિવિધ સમયગાળા માટે વિવિધ એસેટ ક્લાસમાં કરેલા મૂડીરોકાણ ઉપર કેટલું રિટર્ન છૂટી રહ્યું છે. તે નીચેના કોસ્ટક ઉપરથી જાણીએ.
મૂડીરોકાણ સ્રોત | એક વર્ષ | 3 વર્ષ | 5 વર્ષ | 10 વર્ષ |
ઇક્વિટી (SENSEX) | 2.55% | 17.2% | 13.54% | 12.9% |
લિક્વિડફંડ (CASH) | 3.85% | 3.87% | 5.15% | 6.7% |
GOLD | 7.75% | 8.89% | 10.7% | 4.8% |
BANK FD | 5.00% | 6.25% | 6.25% | 8.5% |
- છેલ્લાં 10 વર્ષનો હિસાબ માંડીએ તો સેન્સેક્સ (ઇક્વિટી)માં 3 વર્ષમાં સૌથી વધુ 17.2% જ્યારે પાંચ વર્ષમાં 12.9% રિટર્ન નોંધાયું છે.
- જ્યારે સોનામાં ત્રણ વર્ષ દરમિયાન 8.89% અને 10 વર્ષમાં 4.8% જેટલું નીચું રિટર્ન નોંધાયું છે.
- બેન્ક એફડીમાં એક વર્ષમાં 5%, 3-5 વર્ષમાં 6.25% અને 10 વર્ષમાં 8.5%નું એવરેજ રિટર્ન જોવા મળ્યું છે.