એસ્કોનેટ ટેકનોલોજીસનો IPO 16મી ફેબ્રુઆરીએ ખૂલ્યો; પ્રાઈઝબેન્ડ 80-84
No. of shares (FV Rs. 10) | 33,60,000 Shares |
Price band | Rs. 80-84 |
Issue size (upper band) | Rs. 28.22 crore |
Issue type | Fresh Issue |
Issue opens on | February 16 |
Issue closes on | February 20 |
Anchor opening date | February 15 |
Reservation for QIBs | 636800 Shares |
Reservation for Retail | 1115200 Shares |
Lot Size | 1,600 Shares |
અમદાવાદ : ઈન્ટીગ્રેટેડ આઈટી સોલ્યુશન્સ પૂરી પાડતી કંપની એસ્કોનેટ ટેકનોલોજીસ લિમિટેડ તા. 16 ફેબ્રુઆરીના રોજ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી છે. એન્કર પોર્શન માટે આ ભરણું ગુરુવારે 15મી ફેબ્રુઆરી,2024ના રોજ ખુલ્યું છે તેમ જ ઈશ્યુ 20મી ફેબ્રુઆરીના રોજ બંધ થશે. કંપની એનએસઈ ઈમર્જ ખાતે લિસ્ટીંગ કરાવવાનો ઉદ્દેશ ધરાવે છે તેમ જ આ ભરણા મારફતે અંદાજીત રૂપિયા 28.22 કરોડ (અપર બેન્ડથી)નું ભંડોળ એકત્રિત કરવાનો ઈરાદો ધરાવે છે. કંપનીએ આ ઈશ્યુ માટે શેરદીઠ રૂપિયા 80થી રૂપિયા 84 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે અને લોટ સાઈઝ 1,600 ઈક્વિટી શેરોનો બનેલો રહેશે.
કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સની બૂક રનિંગ લીડ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને સ્કાઈલાઈન ફાયનાન્સિલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
આ આઈપીઓ બૂક-બિલ્ડિંગ રુટ મારફતે રૂપિયા 10/-ની ફેસ વેલ્યુ સાથે 33,60,000 ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુથી બનેલ છે. આ ભરણામાં 9.53 લાખ ઈક્વિટી શેર એન્કર પોર્શન,માર્કેટ મેકર માટે 1.76 લાખ ઈક્વિટી શેર અનામત રાખવામાં આવેલ છે, એચએનઆઈ માટે 4.78 લાખ ઈક્વિટી શેર, ક્યુઆઈબી માટે 6.36 લાખ ઈક્વિટી શેર અને રિટેલ (આરઆઈઆઈ) માટે 11.15 લાખ ઈક્વિટી શેર રાખવામાં આવેલ છે.
આરએચપી દસ્તાવેજમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે એસ્કોનેટ જાહેર ભરણા મારફતે એકત્રિત થનારા મૂડી ભંડોળ પૈકી રૂપિયા 16 કરોડનો તેની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાત સંતોષવા ઉપયોગ કરશે, આ ઉપરાંત કંપની તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ઝીક્લાઉડ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડમાં વધારાના હાર્ડવેર તથા સોફ્ટવેર હસ્તગત કરીને પુનઃગઠીત કરવા, તથા એંદરે મોનિટરીંગ ક્ષમતાઓને વધારવા પાછળ રૂપિયા 2.5 કરોડનું રોકાણ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)