અત્યારે રોકાણકાર તરીકે તમને રોકાણનો નિર્ણય લેવાની પસંદગીનો લાભ મળે છે. તમે રોકાણના વિવિધ પ્રકારના વિકલ્પોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ ધરાવો છે, જે જોખમવળતરના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં ફેલાયેલા છે. સામાન્ય રીતે સ્થિર વળતર ઇચ્છતાં અને પોર્ટફોલિયોમાં વળતરનો ઘટાડો ઓછો કરવા માગતા રોકાણકારો ડેટ રોકાણોમાં વધારે રોકાણ કરવાનું વલણ ધરાવે છે. બીજી તરફ, પોતાનો પોર્ટફોલિયો વધારવા અને લાંબા ગાળે વળતર મેળવવા ઇચ્છતાં રોકાણકારો ઇક્વિટીમાં રોકાણ કરવાનું પસંદ કરશે. ઇક્વિટીઝ રોકાણકારોને વિવિધ કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરવાનો વિકલ્પ ધરાવે છે, જે સારી વૃદ્ધિની સંભવિતતા ધરાવી શકે છે. અત્યારે કેટલીક રીતો છે, જેમાં તમે ઇક્વિટી બજારોમાં રોકાણ કરી શકો છો. અહીં અમે આ પ્રકારના બે વિકલ્પોની સરખામણી રજૂ કરી છે – ઇક્વિટીમાં સીધું રોકાણ (ડાયરેક્ટ ઇક્વિટીઝ ઇન્વેસ્ટમેન્ટ)  v/s ઇન્ડેક્સ-આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં રોકાણ. રોકાણનો અસરકારક નિર્ણય લેવા તમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, તમે અપનાવેલો અભિગમ તમારી જરૂરિયાતો અને જોખમ ખેડવાની ક્ષમતાને અનુકૂળ હોય. નીચે તુલનાત્મક વિશ્લેષણ આપ્યું છે, જે કેટલાંક મુખ્ય પાસાઓ પર પ્રકાશ પાડે છે, જે તમને સુમાહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે તેવી શક્યતા છે.

——————————————————–

લેખકઃ ચિંતન હરિયા, હેડ-પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી, ICICI પ્રુડેન્શિયલ AMC છે

——————————————————–

ETFમાં મૂડીરોકાણ ઉપરના જોખમ, ડાઇવર્સિફિકેશન, રિટર્ન અને ખર્ચ વિશે માહિતી

જોખમ: ટૂંકા ગાળામાં ઇક્વિટીની કિંમતોમાં ઊંચી વધઘટ જોઈ શકે છે અને તીવ્ર ચડઉતર થઈ શકે છે. આમાંથી કેટલીક ચડઊતર તમારા પોર્ટફોલિયો પર મોટી અસર કરી શકે છે. જોકે ETFs ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં રોકાણ કરીને આ વધઘટની અસર ઘટાડી શકે છે અને બજારના વધારા અને ઘટાડામાં રોકાણ જાળવી શકે છે.

ડાઇવર્સિફિકેશન: ઇન્ડેક્સ ઇટીએફ બેન્ચમાર્ક ઇન્ડેક્સના તમામ શેરોમાં અને ઇન્ડેક્સના સમાન પ્રમાણમાં રોકાણ કરે છે. સામાન્ય રીતે બેન્ચમાર્ક ઇન્ડેક્સ તમામ ક્ષેત્રો અને ઉદ્યોગમાં સારી રીતે વૈવિધ્યસભર હોય છે, જેથી એ સુનિશ્ચિત થાય છે કે, કોઈ એક ક્ષેત્ર કે કંપનીના સ્ટોકની કિંમતમાં તીવ્ર ગતિવિધિઓ એકંદર વળતર પર મોટી અસર કરતી નથી. ETFs એક ઇન્ડેક્સની નકલ કરે છે એટલે ETFs પણ એવા જ ડાઇવર્સિફિકેશનના ફાયદા પ્રદાન કરે છે.

વળતર: ETFs ટ્રેકિંગ એરર અને ફંડ મેનેજમેન્ટ ખર્ચ માટે એડજસ્ટેડ માર્કેટ-લિંક્ડ વળતર પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, નિફ્ટી 50 ઇન્ડેક્સ ETF ઇન્ડેક્સની જેમ સમાન પ્રમાણમાં તમામ 50 સ્ટોકમાં રોકાણ ધરાવશે. BSE500 ETF ઇન્ડેક્સ વેઇટ જેટલાં પ્રમાણસર 500 સ્ટોકમાં રોકાણ ધરાવશે. પરિણામે ETFની કામગીરી એ ઇન્ડેક્સનું પ્રતિબિંબ હશે. ETFsમાં રોકાણ કરીને કોઈ પણ વ્યક્તિ સીક્યોરિટી પસંદગીના વધારાના તણાવ વિના બજાર સાથે સંબંધિત વળતર મેળવી શકો છો.

સંશોધન: જ્યારે તમે ETFમાં રોકાણ કરો છો, ત્યારે સ્ટોકની પસંદગી ઇન્ડેક્સ પ્રદાતાઓની વેબસાઇટ પર ઉપલબ્ધ પૂર્વનિર્ધારિત પારદર્શક પદ્ધતિ પર આધારિત હોય છે. આ પદ્ધતિ બજારના ભારાંક સૂચકાંકો, સ્માર્ટ બીટા સૂચકાંકો અથવા ક્ષેત્ર સૂચકાંકોને વિસ્તૃત કરી શકે છે. રોકાણકારોને પૂર્વવ્યાખ્યાયિત પસંદગીના માપદંડ સાથે વૈવિધ્યસભર કલગીની પસંદગી કરવાની તક મળે છે.

ખર્ચ: સામાન્ય રીતે ETFs ફંડના વ્યવસ્થાપનનો ઓછો ખર્ચ ધરાવે છે, કારણ કે આ અંતર્ભૂત ઇન્ડેક્સની નકલ કરે છે અને જ્યારે ઇન્ડેક્સ પુનઃસંતુલિત થાય ત્યારે જ ખરીદ/વેચાણની જરૂર છે.

DIRECT EQUITYમાં રોકાણ ઉપરના જોખમ, ડાઇવર્સિફિકેશન, રિટર્ન અને ખર્ચ વિશે માહિતી

જોખમ: જ્યારે તમે ઇક્વિટીઝમાં સીધું રોકાણ કરો છો, ત્યારે બજારની રોજિંદા વધઘટની ઉપેક્ષા કરવું પડકારજનક બની જાય છે. પરિણામે તમે બજારની વધઘટ પર પ્રતિક્રિયા આપી શકો છો અને રોકાણના એવા નિર્ણયો લો છે, જે તાર્કિક વિચારને બદલે સેન્ટિમેન્ટ દ્વારા પ્રભાવિત હોય છે. આ લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવા અને ઇક્વિટીનો ખરો લાભ લેવા માટે અવરોધરૂપ છે.

ડાઇવર્સિફિકેશન: જ્યારે તમે સ્ટોકમાં સીધું રોકાણ કરીને પોર્ટફોલિયો બનાવો છો, ત્યારે અસરકારક ડાઇવર્સિફિકેશન સુનિશ્ચિત કરવું પડકારજનક બની શકશે. એટલું જ નહીં તમારે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, પોર્ટફોલિયોમાં તમે જેટલા સ્ટોક ધરાવો છો એ પર્યાપ્ત છે. સાથે સાથે આ સ્ટોક્સ દ્વારા રોકાણ વિવિધ ક્ષેત્રો અને ઉદ્યોગમાં થયું છે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે.

વળતર: જ્યારે ઇક્વિટીમાં સીધું રોકાણ કરો છો, ત્યારે વળતરમાં ઊંચી વધઘટ થઈ શકે છે અને અલગ સ્ટોકની કિંમત જેટલા પ્રમાણમાં ચડઉતર આવી શકે છે. જ્યારે સારી કામગીરી કરતાં સ્ટોક્સ પર વળતર સારું લાગી શકે છે, ત્યારે નબળી કામગીરી ધરાવતા સ્ટોક્સ નોંધપાત્ર રીતે પોર્ટફોલિયોના સંપૂર્ણ વળતરને ઘટાડી શકે છે.

સંશોધન: જ્યારે તમે સીધું રોકાણ કરો છો, ત્યારે સ્ટોકની પસંદગી અને સંશોધનની જવાબદારી તમારા પર હોય છે. તેનો અર્થ એ થયો કે, તમારે કંપનીના વાર્ષિક રિપોર્ટનો અભ્યાસ કરવા, રિસર્ચ રિપોર્ટનું વિશ્લેષણ કરવા અને કંપનીના કોન્ફરન્સ કોલ સાંભળવા તમારે સમયની જરૂર પડશે, જેથી તમે સંભવિત ફાયદાકારક સ્ટોકની પસંદગી કરી શકો છો. આ રોકાણકારો પર પણ ઘણું ભાવનાત્મક દબાણ લાવી શકે છે.

ખર્ચ: સ્ટોકની ખરીદી અને વેચાણ સાથે વિવિધ ખર્ચ સંકળાયેલા હશે. કેટલાંક પ્રત્યક્ષ ખર્ચ બ્રોકરેજ અને કેપિટલ ગેઇન્સ છે, તો પરોક્ષ ખર્ચમાં અસરનો ખર્ચ અને લિક્વિડિટીનો ખર્ચ સામેલ છે.

આ માપદંડોને આધારે મોટા ભાગના રોકાણકારો માટે ETFs ડાયરેક્ટ ઇક્વિટી રોકાણ કરતાં વધારે ફાયદાકારક છે. તમે ઇક્વિટીમાં ધીમે ધીમે રોકાણ વધારવા ઇચ્છતાં નવા રોકાણકાર હોવ કે ઇક્વિટીની વૃદ્ધિનો લાભ લેવા ઇચ્છતાં અનુભવી રોકાણકાર હોવ, ETFs ઇક્વિટીમાં રોકાણનો લાભ લેવાની વાજબી ખર્ચ ધરાવતી એક રીત બની ગઈ છે.