અમદાવાદઃ પ્રિસિજન બેરિંગ કેજીસનું ઉત્પાદન કરતી ટોચની કંપની હર્ષા એન્જિનિયર્સનો IPO બુધવારથી ખૂલી રહ્યો છે. કંપની રૂ. 314-330ની પ્રાઈસ બેન્ડના આધારે રૂ. 755 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. IPOની તારીખ જાહેર થવાની સાથે જ ગ્રે માર્કેટમાં ધમધમાટ શરૂ થઇ ગયો છે.

ફન્ડામેન્ટલ્સ શું કહે છેઃ ANANLYSIS AT GLANCE

કંપની બે સેગ્મેન્ટમાં કામ કરી રહી છે. એક તો એન્જિનિયરિંગ બિઝનેસ કે જેમાં તે બેરીંગ કેજીસ (બ્રાસ, સ્ટીલ અને પોલિમાઇડ મટિરિયલમાંથી) બનાવે છે. બીજું ડિવિઝન સોલાર ઇપીસી બિઝનેસ છે. જેમાં તે ટર્નકી સોલ્યુસન્સ તમામ સોલાર ફોટોવોલ્ટેઇક જરૂરિયાતો પૂરી પાડે છે. ફન્ડામેન્ટલી PEER COMPARISION અનુસાર કંપનીનો પીઇ રેશિયો ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ કરતાં નીચો રહેવા રેવન્યુ જનરેશન પણ આકર્ષક જણાય છે. તેથી ફન્ડામેન્ટલી પણ આ આઇપીઓ મિડિયમ- લોંગ ટર્મ માટે બેસ્ટ રિટર્ન આપનારો પૂરવાર થઇ શકે છે.

PEER COMPARISION

COMPANYMCAP (CR.)REVENUE*P/EFY22
TIMKEN2530016.749.2
SKF INDIA2460013.644.2
SUNDRAM FAST.1850014.741.4
ROLLEX RING540023.635.6
HARSHA ENG.300022.132.7
(*આંકડા બ20-22 માટેના સીએજીઆર દર્શાવે છે, ડેટા સપ્ટે.-22ની સ્થિતિ અનુસાર કંપનીના RHP મુજબ)

ગ્રે માર્કેટમાં રૂ. 210 આસપાસ પ્રિમિયમ

હર્ષા એન્જિનિયર્સના IPOમાં ન લાગેની અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો ગ્રે માર્કેટમાંથી મોટાપાયે ખરીદી કરી રહ્યા છે. રૂ.330ની ઈશ્યૂ પ્રાઈઝ પર હાલ ગ્રે માર્કેટમાં રૂ. 210 આસપાસ પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. IPOની જાહેરાત સાથે જ ગ્રે પ્રિમિયમ રૂ. 120 રહ્યા હતા.

IPO એટ એ ગ્લાન્સઃ Harsha Engineers

ઈશ્યૂ સાઈઝ755 કરોડ
પ્રાઈસ બેન્ડ314-330
તારીખ14-16 સપ્ટેમ્બર
માર્કેટ લોટ45 શેર્સ
ગ્રે પ્રિમિયમરૂ. 210
શેર એલોટમેન્ટ21 સપ્ટેમ્બર
લિસ્ટિંગ26 સપ્ટેમ્બર

મજબૂત ફંડામેન્ટલ્સ સાથે લોંગટર્મ રોકાણ શ્રેષ્ઠ

હર્ષા એન્જિનિયર્સ મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવે છે. 25 દેશોમાં પ્રોડક્ટ સપ્લાય સાથે પ્રેસિજન બેરિંગ કેજીસ માર્કેટમાં સિંહફાળો ધરાવે છે. લિસ્ટિંગ બાદ ફેન્સી જળવાઈ રહેવાની શક્યતા છે. લોંગટર્મ ઈન્વેસ્ટમેન્ટ વ્યૂહ સાથે રોકાણ કરવા સલાહ બજાર નિષ્ણાતો અને મોટાભાગના બ્રોકરેજ હાઉસિસ આપી રહ્યા છે.

IPOમાં રોકાણ યોગ્ય કે નહીં જાણો બ્રોકર્સની નજરેઃ

બ્રોકરેજ હાઉસભલામણ
Angel OneApply
Arihant Capital Markets LtdMay Apply
BP Equities (BP Wealth)Apply
Canara BankApply
Capital MarketMay Apply
Choice Equity Broking Pvt LtdApply
Dilip DavdaApply
Hem SecuritiesApply
LKP Securities LtdApply
Motilal OswalApply
Nirmal BangApply
TopShareBrokersApply
Ventura Securities LimitedApply

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)