અમદાવાદ, 4 મેઃ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

બેંક પ્રારંભિક પબ્લિક ઓફરિંગ દ્વારા રૂ. 625 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ ધરાવતા દરેક રૂ. 10ની ફેસ વેલ્યુની ઈક્વિટી શેર કેપિટલ ઈશ્યૂ કરીને તથા અને પ્રમોટર તથા ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ (“ઓફર ફોર સેલ”) દ્વારા 1,70,00,000 ઇક્વિટી શેરના કુલ મળીને વેચાણ માટે ઓફર દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બેંક તેની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બેંકના ટિયર-વન કેપિટલ બેઝને વધારવા માટે ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

ઇક્વિટી શેર્સની ઓફરમાં ફિનકેર બિઝનેસ સર્વિસીઝ (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 1,49,34,779 સુધીના શેર્સ તથા વેગ્નર  દ્વારા 4,71,754 સુધીના ઇક્વિટી શેર્સ, ટ્રુ નોર્થ ફંડ વી એલએલપી દ્વારા 4,44,140 સુધીના શેર્સ, ઈન્ડિયમ આઈવી (મોરેશિયસ) હોલ્ડિંગ દ્વારા 4,30,842 સુધીના ઈક્વિટી શેર્સ, ઓમેગા ટીસી હોલ્ડિંગ પીટીઈ  દ્વારા 2,23,955 ઈક્વિટી શેર્સ, લીપફ્રોગ રૂરલ ઇન્ક્લુઝન (ઈન્ડિયા)  દ્વારા 1,30,787 ઈક્વિટી શેર્સ, કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા 1,26,151 ઈક્વિટી શેર્સ, એડલવાઈઝ ટોકિયો લાઈફ ઈન્શ્યોરન્સ કંપની  દ્વારા 1,16,981 ઈક્વિટી શેર્સ, ભારતી એક્સા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની દ્વારા 45,710 ઈક્વીટી શેર્સ, સિલ્વર લીફ ઓક (મોરેશિયસ) દ્વારા 35,092 ઈક્વિટી શેર્સ, તાતા કેપિટલ ફાયનાન્શિયલ સર્વિસીઝ દ્વારા 20,572 ઈક્વિટી શેર્સ અને ઝુનો જનરલ ઈન્શ્યોરન્સ (અગાઉ એડલવાઈઝ જનરલ ઈન્શ્યોરન્સ કંપની  તરીકે ઓળખાતી) દ્વારા 19,237 ઈક્વિટી શેર્સ (“ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”) (“કલેક્ટિવલી સેલિંગ શેરહોલ્ડર્સ”)નો સમાવેશ થાય છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સઃ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ , એક્સિસ કેપિટલ , આઈઆઈએફએલ સિક્યોરિટીઝ , એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ  અને એમ્બિટ પ્રાઈવેટ  બુક રનિંગ લીડ મેનેજર્સ છે.