આગામી 3 વર્ષ ફિનટેક્ કંપનીઓની નફાકારતા સ્થિર રહેવાની ધારણા
અમદાવાદઃ દેશની ઈકોનોમીમાં વાર્ષિક 800 અબજ ડોલરના ટ્રાન્ઝેક્શન્સના યોગદાન સાથે ફિનટેક્ કંપનીઓ 5 લાખ કરોડ ડોલરના લક્ષ્યાંક સાથે સિંહફાળો આપવા સજ્જ છે. પરંતુ આગામી બેથી ત્રણ વર્ષમાં આ સેક્ટરની કંપનીઓની નફાકારતામાં કોઈ વધારો ન થવાનો અંદાજ ઉદ્યોગ જગત વ્યક્ત કરે છે…. ફિનટેક્. કંપનીઓના ભાવિ અને બજારની અનિશ્ચિતતાઓ તથા નિયમનકારી ચકાસણી વચ્ચે તેના બિઝનેસ મોડલની સ્થિરતા ટકાવી રાખવાની જરૂરિયાત હોવાનું Matrix Partners India-BCGના રિપોર્ટમાં જણાવાયું છે. ફિનટેક્ કંપનીઓના વધતા બિઝનેસ ગ્રોથ અને માર્કેટમાં તેની સુરક્ષા અને શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા પર ફોકસ જરૂરી છે. 70 ટકાથી વધુ બિઝનેસ લીડર્સનું માનવું છે કે, ફિનટેક્. કંપનીઓ આગામી થોડા વર્ષ નફાકારકતા તેમજ નિયમનો પર ફોકસ કરવાને બદલે તેના સ્કેલ પર ફોકસ કરશે. તેના ભાવિ પડકારોને સંબોધી તેને દૂર કરવા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે. દેશનું ફિનટેક્. સેક્ટર કોવિડ મહામારી બાદથી સ્થિતિસ્થાપક તરીકે ઉભરી રહ્યું હોવાનું મેટ્રિક્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ વૈદ્યનાથને જણાવ્યું હતું.
ન્યૂ ટુ ક્રેડિટમાં ફિનટેક્.નો હિસ્સો વધ્યો
ફિનટેક્. સેક્ટરમાં પ્રથમ વખત લોન લેતાં ગ્રાહકોની સંખ્યા (ન્યૂ ટુ ક્રેડિટ) 36 ટકા છે. જ્યારે બેન્કોમાં આ રેશિયો 22 ટકા છે. જેથી આગામી સમયમાં વધુ સફળતા મેળવવા ઈનોવેશન અને ગ્રાહકોના વિશ્વાસ પર ખરાં ઉતરવા માટે હાલ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અંતે થોડા વર્ષ બાદ સેક્ટરની નફાકારતા અને માર્કેટ બંને પુરઝડપે વધશે.
– યશરાજ એરાન્ડે, એમડી-પાર્ટનર, BCG
ફિનટેક્ સેક્ટર્સઃ હાઇલાઇટ્સ એટ એ ગ્લાન્સ
61 | ટકા ગ્રાહકોની સેવાઓમાં સુધારો |
75 | ટકા ભરતી પ્રક્રિયા વધી |
50 | ટકાને ક્વોલિટી પર વિશ્વાસ |
70 | ટકા ફિનટેક્.થી લોન લેવા ઈચ્છુક |