ફિનવેસિયાએ એઆઈ-સંચાલિત ફાઇનાન્શિયલ સુપરએપ ‘Jumpp’ સાથે ગુજરાતમાં હાજરી વિસ્તારી
અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ મોહાલીમાં મુખ્ય મથક ધરાવતી ફિનવેસિયા તેના નવા લોન્ચ કરેલા પ્લેટફોર્મ ‘Jumpp’ સાથે ગુજરાતમાં મજબૂત કામગીરી આગળ વધારી રહી છે. ‘Jumpp’ એ ભારતની પ્રથમ એઆઈ સંચાલિત ફાઇનાન્શિયલ સુપરએપ છે. યસ બેંક સાથેની ભાગીદારીમાં વિકસાવાયેલી ‘Jumpp’ બેંકિંગ, સેવિંગ્સ, પેમેન્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ અને ક્રેડિટને એક સિંગલ, સરળ પ્લેટફોર્મમાં સંકલિત કરે છે.
ગુજરાતમાં એનએસએસઓના મતે 15 વર્ષથી ઉપરના માત્ર 30 ટકા રહીશો જ સક્રિયપણે નેટ બેંકિંગનો ઉપયોગ કરે છે. ‘Jumpp’ અંગ્રેજી અને હિન્દીમાં તેના બહુભાષીય એઆઈ ઇન્ટરફેસ સાથે આ અંતરને દૂર કરે છે અને ફાઇનાન્શિયલ સર્વિસીઝને સરળ તથા સમાવેશક બનાવે છે.

“‘Jumpp’ એ કેવળ એપ જ નથી. તે નાણાંકીય સમાવેશને પુનઃવ્યાખ્યાયિત કરવા તરફનું એક પગલું છે. ગુજરાત અમારા માટે એક મહત્વનું માર્કેટ છે અને અમે સમગ્ર રાજ્યના યુઝર્સને સશક્ત બનાવવા માટે રોમાંચિત છીએ”, એમ ‘Jumpp’ ના કો-ફાઉન્ડર અને સીઈઓ સર્વજીત સિંહ વિર્કે જણાવ્યું હતું.
ખર્ચ કરવાની વર્તણૂંક અને બજારની ગતિશીલતાનું વિશ્લેષણ કરીને એપ વિશિષ્ટ કસ્ટમાઇઝ્ડ ઇનસાઇટ્સ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ ટિપ્સ અને વ્યૂહાત્મક રોકાણ માર્ગદર્શન પૂરું પાડે છે. પ્લેટફોર્મની એઆઈ ક્ષમતાઓ પારદર્શકતા અને વિશ્વાસ વધારે છે જે યુઝર્સને સ્પષ્ટ, ડેટા આધારિત નાણાંકીય આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે જેનાથી માહિતગાર નિર્ણયો લઈ શકાય છે.
જાન્યુઆરી 2026 સુધીમાં 1 મિલિયન યુઝર્સને ઓનબોર્ડ કરવાના વિઝન સાથે ‘Jumpp’ સમગ્ર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં નાણાંકીય પહોંચને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે અને સુરક્ષિત, કાર્યક્ષમ અને ઝંઝટમુક્ત મની મેનેજમેન્ટ સુનિશ્ચિત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)