અમદાવાદ, 15 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં સંવત 2080નું શુભ મુર્હુત આગામી સપ્તાહે ચાર આઈપીઓ દ્વારા થશે. જેમાં પ્રચલિત ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ, ઈરડા સહિત ચાર કંપનીઓ કુલ 6792.72 કરોડનું ફંડ એકત્ર કરશે. આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા જાણો હાલ તેના શું ગ્રે પ્રીમિયમ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે, કે ગ્રે પ્રીમિયમ માત્ર અંદાજ અને લોકપ્રિયતા જાણવા માટે જ છે, જેના પરથી લિસ્ટિંગનો સાચો અંદાજ મેળવી શકાય નહિં.

Tata Technologies IPO

Tata Technologies IPO મારફત રૂ. 3,042.51 કરોડ એકત્રિત કરશે. આ ઈશ્યુ સંપૂર્ણપણે 6.09 કરોડ શેરના ઓફર ફોર સેલ પર આધારિત છે. IPO 22 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી યોજાશે. જેના શેર એલોટમેન્ટ 30 નવેમ્બરે અને લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થશે. ઈશ્યૂની પ્રાઈસ બેન્ડ રૂ. 475-500 છે. માર્કેટ લોટ 30 શેર છે.

ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીસના IPO માટે પ્રીમિયમ રૂ. 300 છે. ગ્રે પ્રીમિયમ ઇશ્યૂ કિંમતના 60 ટકા છે.

IREDA IPO

IRDA IPO દ્વારા રૂ. 2,150.21 કરોડ એકત્ર કરશે. જેમાં રૂ. 1290.13 કરોડની કિંમતના 40.32 કરોડ શેરનો ફ્રેશ ઇશ્યુ અને 26.88 કરોડ શેરના વેચાણની ઓફર છે, જેનું કુલ મૂલ્ય રૂ. 860.08 કરોડ છે. 21મીથી 23મી નવેમ્બર સુધીમાં કંપનીએ રૂ. રૂ. 30-32ની પ્રાઇસ બેન્ડ અને માર્કેટ લોટ 460 શેર છે. હાલમાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ રૂ. 4 બોલાઈ રહ્યા છે.

Gandhar Oil Refinery IPO

ગાંધાર ઓઈલ રિફાઈનરી ઈન્ડિયા આઈપીઓ રૂ. 500.00 કરોડના ઈશ્યૂમાં રૂ. 357.00 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 1.2 કરોડ શેરના ઓફર ફોર સેલ સમાવિષ્ટ છે. 21થી 23 નવેમ્બર સુધી ચાલનારા આ IPOની પ્રાઇસ બેન્ડ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ગાંધાર ઓઈલ રિફાઈનરી ઈન્ડિયા IPOની લિસ્ટિંગ તારીખ 4 ડિસેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 50 રૂપિયા છે.

FedBank Financial Services IPO

ફેડબેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિસ રૂ. 1,100 કરોડનો IPO ઇશ્યૂ લાવી રહી છે. જેમાં રૂ. 750 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 7.03 કરોડ શેરના વેચાણની દરખાસ્ત સામેલ છે. FedBank Financial Services IPO 22 નવેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 24 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે. પ્રાઇસ બેન્ડ હજુ સુધી જાહેર નથી થઈ. ગ્રે માર્કેટમાં FedBankના IPO માટે કોઈ પ્રીમિયમ જોવા મળ્યું નથી.