નવી દિલ્હી, 11 નવેમ્બર: GHCLએ વર્ષ 2023-2024ના બીજા ત્રિમાસિકગાળા/પ્રથમ અર્ધ-વાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખી આવક રૂ. 817 કરોડ રહી હતી, જે ગત વર્ષના આ જ ત્રિમાસિકગાળામાં રૂ. 1183 કરોડ હતી અને નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 1029 કરોડ હતી. ઇબીઆઇડીટીએ રૂ. 224 કરોડ થઈ ગઈ હતી, જે નાણાકીય વર્ષ 2022-2023ના બીજા ત્રિમાસિકગાળામાં રૂ. 413 કરોડ હતી અને નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 310 કરોડ હતી. ચોખ્ખો નફો 51% ઘટીને રૂ. 143 કરોડ થઈ ગયો હતો, જે નાણાકીય વર્ષ 2022-2023ના બીજા ત્રિમાસિકગાળામાં રૂ. 291 કરોડ હતો અને નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 426 કરોડ હતો.

કંપનીના નાણાકીય દેખાવ અંગે GHCLના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. જલાનએ જણાવ્યું હતું કે, આ ત્રિમાસિકગાળા દરમિયાન અમારો કાર્યદેખાવ વિવિધ પરિબળોથી પ્રભાવિત થયો હતો, જેમ કે, સોડા એશના વૈશ્વિક માર્કેટમાં હાલમાં ચાલી રહેલી મંદી, જેના કારણે પુરવઠો વધી પડવાની સ્થિતિ સર્જાઈ છે, ભારતમાં આયાત વધી ગઈ છે તથા ઊર્જા અને તેના સંબંધિત ખર્ચાઓમાં ઘટાડો થયો છે. સોડા એશના વૈશ્વિક માર્કેટમાં તો મંદી યથાવત્ જળવાઈ રહી છે પણ અમને ઘરેલું માર્કેટમાં ખાસ કરીને અંતિમ-વપરાશકર્તાના પરંપરાગત સેક્ટરમાં માંગમાં રીકવરી આવી રહી હોવાના પ્રારંભિક સંકેતો દેખાઈ રહ્યાં છે, જેની સાથે-સાથે સોલર ગ્લાસ, લિથિયમ અને સોડિયમ બાઇકાર્બોનેટ જેવા નવા ઉભરી રહેલા ઉદ્યોગોમાંથી પણ માંગની આશા બંધાઈ છે. અમે કમાણીમાં સતત વધારો કરીને અમારા હિતધારકોની આવકને સતત વધારી છે. વિકાસની આ જ દિશા જાળવીને આગળ જતાં અમારી વિકાસ સંબંધિત મહત્વકાંક્ષી યોજના છે. તેમાં ગ્રીનફીલ્ડના વિસ્તરણ, વેક્યુમ સોલ્ટ પ્રોજેક્ટ, ઉત્પાદનના સમૂહનું વિસ્તરણ અને મીઠાની ઉપજને સુધારવાનો સમાવેશ થાય છે. અમને ખાતરી છે કે એકવાર આ પ્રોજેક્ટ્સ પૂરાં થઈ જાય તે પછી તે અમારા વિકાસની ગતિને વધારશે અને અમને ઉદ્યોગજગતના અગ્રણીઓની હરોળમાં લાવી દેશે.