અમદાવાદ, 14 માર્ચઃ જયપુર સ્થિત નેચરલ સ્ટોન્સ પ્રોસેસિંગ અને એન્જિનિયર્ડ ક્વાર્ટ્ઝ મેન્યુફેક્ચરર ગ્લોબલ સરફેસિસનો IPO બીજા દિવસે ફુલ્લી 1.10 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. રિટેલ રોકાણકારોએ રૂ. 155 કરોડના IPO સામે 1.46 ગણી અર્થાત રૂ. 226.2 કરોડની અરજી કરી હતી. એનઆઈઆઈ પોર્શન 1.66 ગણો ભરાયો હતો. જો કે, ક્યુઆઈબી પોર્શન માત્ર 4 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. કંપની રૂ. 133-140ની પ્રાઈસ બેન્ડ પર IPO માર્કેટમાંથી રૂ. 154.98 કરોડ એકત્ર કરવા માગે છે. ઈશ્યૂ આવતીકાલે 15 માર્ચે બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 20 માર્ચે અને લિસ્ટિંગ 23 માર્ચે થશે. ગ્રે માર્કેટમાં રૂ. 140 ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 30 પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. જે પહેલા દિવસે રૂ. 50 હતું.

IPO સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ

CategorySubscription (times)
QIB0.04
NII1.66
Retail1.46
Total1.10