• નજીકના ગાળામાં સોનું $1680 અને $1630ની નીચી સપાટીએ સ્પર્શવાની સંભાવના

• ફેડ દ્વારા આકરા વલણ, ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ સોનાના ભાવને નીચે ધકેલશે

મુંબઈ:  આગામી ટૂંકા ગાળા દરમિયાન સોનાના ઇન્ટરનેશનલ ભાવ દબાણ હેઠળ રહેવાની શક્યતા Emkay Wealth Managementના અહેવાલમાં વ્યક્ત કરાઇ છે. સોનાના ભાવ હાલમાં $1720-1740ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે અને ટૂંકા ગાળામાં $1700 તૂટવાની અપેક્ષા છે. એમ્કે વેલ્થ મેનેજમેન્ટના ‘નેવિગેટર’ શીર્ષકના અહેવાલ મુજબ, નજીકના ગાળામાં સોનું નીચામાં $1680-1630ના સ્તર સુધી ઘટે તેવી સંભાવના છે. છેલ્લી વખત જ્યારે સોનાની કિંમત આ સ્તરે હતી ત્યારે તીવ્ર ઉછાળો આવ્યો હતો જે તેને US$ 1860 ના સ્તરથી આગળ લઈ ગયો હતો. 5-વર્ષના સોનાના ચાર્ટ પર નજર કરીએ તો તે US$ 2070 જેટલું ઊંચું અને US$ 1176 જેટલું નીચી ટ્રેડિંગ રેન્જ દર્શાવે છે. હાલનું US$1720-US$1740નું સ્તર અતિ મહત્વનું સાબિત થઇ શકે છે. સોનાના સપોર્ટ લેવલ તૂટવાની સંભાવના વધારે છે કારણ કે છેલ્લા બે મહિનામાં પ્રતિકારક લેવલ બે વખત તૂટી ચૂક્યું છે. ડાઉનસાઇડ પર US$1680 અને US$1630ની કસોટીને નકારી શકાય તેમ નથી, જો કે તે ઘણું નીચું આગળ વધી શકતું નથી કારણ કે નીચે તરફ આગળ વધવું તેને ઉત્પાદન ખર્ચની નજીક લઈ જાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)