ગોલ્ડી સોલારઃ VAMA ઓન-ગ્રીડ સ્માર્ટ સ્ટ્રીંગ ઇન્વર્ટર્સ લોન્ચ
સુરત, 13 જુલાઇ: ગોલ્ડી સોલારે સ્માર્ટ ઇન્વર્ટર્સની પોતાની બ્રાન્ડ VAMA ઇન્વર્ટરને માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ ઇન્વર્ટર સિંગલ-ફેઝ અને થ્રી-ફેઝ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે જેની ડિઝાઇન ખાસ કરીને ઓન-ગ્રીડ ઉપયોગો માટે કરવામાં આવી છે. VAMA ઇન્વર્ટર્સ રહેણાંક અને C&I ઉપભોક્તાઓની માગને અનુસરીને ડિઝાઇન કરવામાં આવેલ છે. ગોલ્ડી સોલાર અને VAMA ઇન્વર્ટર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઇશ્વર ધોળકીયાએ ઉચ્ચ પ્રદર્શન ધરાવતા HELOC® પ્રો એન્ડ PV મોડ્યૂલ્સ અને સ્માર્ટ, કાર્યક્ષમ VAMA ઇન્વર્ટર ટેકનોલોજી અનેક બિઝનેસીસ અને રહેણાંક ગ્રાહકોને સોલાર એનર્જીના ઉકેલો અપનાવવા અને હરિયાળી આવતીકાલ તરફે યોગદાન આપવામાં મદદ કરશે.
ગોલ્ડી સોલાર અને VAMA ઇન્વર્ટર્સના સહ-સ્થાપક અને ડિરેક્ટર ભરત ભુતએ ઉમેર્યું હતુ કે VAMA ઇન્વર્ટર્સ દેશમાં સોલાર એનર્જીના અમલીકરણને પુનઃવ્યાખ્યાયિત કરશે અને પોતાની યુનિક હીટ સિંક અને કૂલીંગ ફીન ડિઝાઇન ટેકનોલોજી સાથે PV મોડ્યૂલ્સમાંથી શ્રેષ્ઠતાને બહાર લાવશે. IEC-પ્રમાણિત ઇન્વર્ટર્સ આંતરરાષ્ટ્રીય ધોરણને પૂર્ણ કરે છે જે ગોલ્ડીની ભારતમાંથી વિશ્વને ટોચની ગુણવત્તાવાળા સોલાર ઉકેલો ડિલીવર કરવાની પ્રતિબદ્ધતાને વેગ આપે છે. VAMA ઓન-ગ્રીડ ઇન્વર્ટર્સ એડવાન્સ DSP કંટ્રોલ ટેકનોલોજીને સંકલિત કરે છે, જે 98.6% સુધીની ઉચ્ચ ક્ષમતાની બાંયધરી આપે છે. Wi-Fi/GPRS ઉપભોક્તા માટે રિયલ-ટાઇમ રિમોટ મોનીટરીંગને સક્ષમ બનાવે છે અને PV મોડ્યૂલ્સના પર્ફોર્મન્સ પર નજર રાખે છે.