નવી દિલ્હી, 22 મે: LNG-ઇંધણવાળી હેવી ટ્રકિંગ લોજિસ્ટિક્સ કંપની, ગ્રીનલાઇને નેસ્લેની સાણંદ સુવિધામાં તેના LNG-સંચાલિત કન્ટેનરને તૈનાત કરવાની જાહેરાત કરી હતી. નેસ્લે ઈન્ડિયા તેના લોજિસ્ટિક્સ કામગીરીના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનું વિચારે છે. ગ્રીનલાઈને વૈવિધ્યપૂર્ણ રીતે આ પ્રકારના પ્રથમ 46 ફૂટ લાંબા કન્ટેનર બનાવ્યાં છે જેને ગુજરાતમાં સાણંદમાં આવેલી નેસ્લેની ફેક્ટરીમાંથી મહારાષ્ટ્રના ભિવંડી સુધી પરિવહન માટે તૈનાત કરવામાં આવશે.

ગ્રીનલાઇનનો LNG સંચાલિત કાફલો ડીઝલની સરખામણીમાં ઝેરી ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડે છે- જેમકે, કાર્બન ડાયોક્સાઇડને 30% સુધી, સલ્ફર ઑક્સાઈડને 100% સુધી, નાઈટ્રોજન ઑક્સાઈડને 59% સુધી, કાર્બન મોનોક્સાઇડને 70% સુધી અને બારીક કણોને 91% સુધી ઘટાડે છે તેવું ગ્રીનલાઈનના સીઈઓ આનંદ મીમાણીએ જણાવ્યું હતું. સિમેન્ટ અને સ્ટીલ માટે ગ્રીન લોજિસ્ટિક્સમાં પોતાની સિદ્ધિઓના આધારે, ગ્રીનલાઇન હવે કન્ઝ્યુમર ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એક્સપ્રેસ કાર્ગો સેક્ટરમાં પરિવહનમાં ક્રાંતિ લાવવા માટે LNG-સંચાલિત કન્ટેનરની શ્રેષ્ઠ ક્ષમતાઓ રજૂ કરી રહી છે.