HDFC બેંક સ્પેશિયલ નૉલેજ સેશનની મદદથી MSMEનું સશક્તિકરણ કરશે
અમદાવાદ, 27 જૂન: વર્લ્ડ એમએસએમઈ ડે પૂર્વે ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ) માટે એક એક્સક્લુસિવ અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાનના ભાગરૂપે બેંક વર્કિંગ કેપિટલ લૉન, બિઝનેસ લૉન, બિઝનેસ કાર્ડ, ટ્રેડ સર્વિસિઝ અને દુકાનદાર ઓવરડ્રાફ્ટ પર અનેકવિધ ઑફરો પૂરી પાડશે. આ ઉપરાંત, બેંક એચડીએફસી સ્કાય, એચડીએફસી અર્ગો, નિવા બુપા જનરલ ઇન્શ્યોરન્સ, બજાજા આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ અને આદિત્ય બિરલા જનરલ ઇન્શ્યોરન્સની સાથે ભેગા મળીને વર્ચ્યુઅલ તથા ઑન-ધી-ગ્રાઉન્ડ નૉલેજ સેશનો પણ યોજશે. બિઝનેસોના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની થીમ પર કેન્દ્રીત આ સેશનોને આ 15 શહેરોમાં યોજવામાં આવશેઃ ઇંદોર, સુરત, રુરકી, નાસિક, લુધિયાણા, રાયપુર, દહેરાદૂન, કોઇમ્બતુર, વારાણસી, વાઇઝેગ, પટના, નાગપુર, કાનપુર, હુબલી અને ગુવાહાટી, જ્યાં 1,000થી વધારે નાના અને મધ્યમ બિઝનેસોને તેમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે.
એચડીએફસી બેંકના કૉમર્શિયલ એન્ડ રુરલ બેંકિંગ (સીઆરબી)ના ગ્રૂપ હેડ રાહુલ શ્યામ શુક્લાએ જણાવ્યું હતું કે, એમએસએમઈ ઉદ્યોગસાહસિકો તેમના ખંત અને ઉદ્યમથી ભારતના અર્થતંત્રના વિકાસના માર્ગને કંડારવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
એચડીએફસી બેંકના કૉમર્શિયલ એન્ડ રુરલ બેંકિંગ (સીઆરબી)ના ગ્રૂપ હેડ રાહુલ શ્યામ શુક્લાએ જણાવ્યું હતું કે, એમએસએમઈ ઉદ્યોગસાહસિકો તેમના ખંત અને ઉદ્યમથી ભારતના અર્થતંત્રના વિકાસના માર્ગને કંડારવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
31 માર્ચ, 2024 સુધીમાં બેંકનું વિતરણ નેટવર્ક 4,065 શહેરો/નગરોમાં 8,738 શાખાઓ અને 20,938 એટીએમનું હતું. બેંકની કુલ 52% શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે, જેની સાથે 15,182 બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ્સ સંકળાયેલા છે, જેમને પ્રાથમિક રીતે કૉમન સર્વિસ સેન્ટરો દ્વારા કામે રાખવામાં આવ્યાં છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)