બેંકના વર્તમાન એસએમઈ પેમેન્ટ સોલ્યુશન્સને પૂરક બની રહે તેવી નવી રેન્જ રેન્જમાં 4 વેરિયેન્ટ્સ હશેબિઝફર્સ્ટ, બિઝગ્રો, બિઝપાવર અને બિઝબ્લેક

અમદાવાદ, 6 ફેબ્રુઆરી: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે બિઝનેસના માલિકો, ઉદ્યોગસાહસિકો અને ફ્રીલાન્સરો માટે કસ્ટમાઇઝ કરવામાં આવેલા ક્રેડિટ કાર્ડની બિઝનેસ રેન્જ લૉન્ચ કરીને તેના એસએમઈ પેમેન્ટ સોલ્યુશન્સનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી છે. આ ક્રેડિટ કાર્ડ 4 વેરિયેન્ટમાં ઉપલબ્ધ થશે – બિઝફર્સ્ટ, બિઝગ્રો, બિઝપાવર અને બિઝબ્લેક. બિઝનેસ ક્રેડિટ કાર્ડની આ રેન્જ શ્રેણીમાં શ્રેષ્ઠ વ્યાજમુક્ત ક્રેડિટ સાઇકલ પૂરી પાડશે, જે 55 દિવસની હશે;

બિઝનેસની ચૂકવણી કરવાની અને ચૂકવણીઓ મેળવવાની એમ બંને પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંકે એક યુનિફાઇડ ડિજિટલ પ્લેટફૉર્મ રજૂ કર્યું છે, જે વિક્રેતાઓને કરવામાં આવતી ચૂકવણી, યુટિલિટી બિલ અને વૈધાનિક ચૂકવણીઓ જેવી તમામ ચૂકવણીઓને એકીકૃત કરે છે, જે એન્ડ-ટુ-એન્ડ સપ્લાય-ચેઇન એગ્રીમેન્ટ્સ અને રીકન્સિલિયેશનને મેનેજ અને ઑપ્ટિમાઇઝ કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક પ્લેટફૉર્મ છે. બેંક ડિસેમ્બર 2023 સુધીમાં 45% જેટલા નોંધપાત્ર માર્કેટ શૅરની સાથે કૉમર્શિયલ ખર્ચાઓના માર્કેટમાં અગ્રણી સ્થાન ધરાવે છે.

આ બિઝનેસ ક્રેડિટ કાર્ડની નવી રેન્જની પરિકલ્પના એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલો અને ફ્રીલાન્સરો સહિતના સ્વ-રોજગારી ધરાવતા સમુદાયોની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવી છે. બેંક ટૂંક સમયમાં જ GIGA બિઝનેસ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવા જઈ રહી છે, જે આ સેગમેન્ટની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરશે.

એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, લાયેબિલિટીઝ પ્રોડક્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ અને માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ જણાવ્યું હતું કે, ‘એચડીએફસી બેંકમાં સ્વ-રોજગારી ધરાવતા સમુદાયની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમારા ક્રેડિટ કાર્ડ્સની બિઝનેસ રેન્જની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે તે બિઝનેસની રોજબરોજની જરૂરિયાતોને સપોર્ટ કરવામાં એક પ્રેક્ટિકલ ગેમ-ચેન્જર સાબિત થાય.’

પેમેન્ટ પ્લેટફૉર્મ વૈધાનિક ચૂકવણીઓ, યુટિલિટી બિલ, ઑનબૉર્ડ વેરિફાઇડ વેન્ડરો અને સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ્સ પર પ્રક્રિયા હાથ ધરવાની ક્ષમતા ધરાવે છે, જે કસ્ટમ ડેશબૉર્ડ અને વ્યાપક એમઆઇએસ પણ પૂરાં પાડે છે. હાલમાં આ પ્લેટફૉર્મ પરથી 6,500 જેટલા કૉર્પોરેટ્સ આ પ્લેટફૉર્મ પર નોંધાયેલા 14,000થી વધારે વિક્રેતાઓને ચૂકવણીઓ કરે છે, જેના પરિણામે નવેમ્બર 2021થી અત્યાર સુધીમાં આ પ્લેટફૉર્મ મારફતે કુલ રૂ. 82,000 કરોડની ચૂકવણીઓ થઈ શકી છે. આથી વિશેષ, બેંકના બિઝનેસ અને કૉમર્શિયલ પેમેન્ટ સોલ્યુશને વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 26,000 કરોડની વૈધાનિક ચૂકવણીઓ પર કાર્યક્ષમ રીતે પ્રક્રિયા હાથ ધરી છે, જે તેને વિવિધ બિઝનેસ માટે એક વિશ્વસનીય અને કાર્યક્ષમ નાણાકીય સાથી તરીકે સ્થાપિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)