રાઇટ્સ ઇશ્યૂની કિંમત શેરદીઠ રૂ. 27 છે, રાઇટ્સ ઇશ્યૂ 21 ફેબ્રુઆરી, 2023ના રોજ બંધ થશેકંપની શેરદીઠ રૂ. 27ની ઇશ્યૂ કિંમતે 1.80 કરોડ ફુલ્લી-પેઇડ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે
રાઇટ્સ ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 24:5 છે એટલે કે લાયક ઇક્વિટી શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 10ના દર પાંચ ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 10ના 24 રાઇટ્સ ઇક્વિટી શેર્સઇશ્યૂ થકી એકત્રિત કરવામાં આવેલા ફંડ્સનો સ્ટિચ્ડ ટેક્સટાઇલ્સમાં શેર્સ હસ્તગત કરવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા તથા કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરશે

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ યાર્ન સિન્ડિકેટ લિમિટેડ રાઇટ્સ ઇશ્યૂ થકી રૂ. 48.60 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ 6 ફેબ્રુઆરી, 2024ના રોજ ખુલ્યો અને શેરદીઠ રૂ. 27ની કિંમતે હશે. ઇશ્યૂ થકી એકત્રિત કરવામાં આવનાર નાણાંનો ઉપયોગ સ્ટિચ્ડ ટેક્સટાઇલ્સ લિમિટેડમાં ઇક્વિટી શેર્સ હસ્તગત કરવા માટે, વધતી કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂ 21 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે.

કંપની પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 1.80 કરોડ ફુલ્લી-પેઇડ ઇક્વિટી શેર્સ શેરદીઠ રૂ. 27ની ઇશ્યૂ કિંમતે ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 48.60 કરોડ રહેશે. રાઇટ્સ ઇશ્યૂનો રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 24:5 છે એટલે કે લાયક ઇક્વિટી શેરધારકો પાસે રેકોર્ડ તારીખ 24 જાન્યુઆરી, 2024ના રોજ રહેલા પ્રત્યેક રૂ. 10ના દર પાંચ ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 10ના 24 રાઇટ્સ ઇક્વિટી શેર્સ. રાઇટ્સ એન્ટાઇટલમેન્ટના હકો ત્યાગ કરવાની તારીખ 16 ફેબ્રુઆરી, 2024 છે. શેરહોલ્ડરોએ રાઇટ્સ ઇશ્યૂ અરજી પર શેરદીઠ 50% એટલે કે રૂ. 13.5 ચૂકવવાના રહેશે અને બાકીના 50% એટલે કે શેરદીઠ રૂ. 13.5 રાઇટ્સ ઇશ્યૂ કમિટિની સાથે ચર્ચા બાદ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા પહેલા અને ફાઇનલ કોલ પર ચૂકવવાના રહેશે.

ઇશ્યૂની આવકમાંથી રૂ. 25.34 કરોડનો ઉપયોગ સ્ટીચ્ડ ટેક્સટાઇલ લિમિટેડમાં ઇક્વિટી શેરના હસ્તાંતરણ માટે અને રૂ. 13.50 કરોડ કંપનીના બિઝનેસ ઓપરેશન્સ માટે વધતી કાર્યકારી મૂડી માટે ઉપયોગમાં લેવાશે. સ્ટીચ્ડ ટેક્સટાઇલ લિમિટેડના ઇક્વિટી શેર હસ્તગત કરીને યાર્ન સિન્ડિકેટ લિમિટેડ રોકાણ કરવાની યોજના છે. તે પ્રતિ શેર રૂ. 3.15ના ભાવે 6.3 કરોડ ઇક્વિટી શેરના હસ્તાંતરણના સ્વરૂપે હશે અને 1,74,60,318 ઇક્વિટી શેર વર્તમાન પ્રમોટર પાસેથી મેળવવામાં આવશે. રૂ. 3.15 પ્રતિ શેરના ભાવે રૂ. 25.34 કરોડના મૂલ્યના કુલ 8,04,60,318 ઇક્વિટી શેર (એટલે કે 65.16%) સ્ટીચ્ડ ટેક્સટાઇલ લિમિટેડમાં હસ્તગત કરવામાં આવશે.

નવેમ્બર 2015માં સ્થપાયેલી સ્ટીચ્ડ ટેક્સટાઇલ્સ લિમિટેડ અમદાવાદ ખાતે તેની રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે અને તે તેની બ્રાન્ડ BARCELONA દ્વારા પણ જાણીતી છે. કંપની સ્પોર્ટ્સ એપેરલ, વિન્ટર-વેર વગેરેના ઉત્પાદન, વિતરણ અને વેચાણના વ્યવસાયમાં છે અને અત્યાર સુધીમાં ભારતમાં 50થી વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી મોડેલમાં 100થી વધુ સ્ટોર્સ ચલાવે છે.

વધુમાં, યાર્ન સિન્ડિકેટ લિમિટેડ રિટેલ માર્કેટમાં પ્રવેશ કરવા અને ફેશન ઉદ્યોગ અને સ્પોર્ટસવેર બંનેમાં તેની હાજરીને વિસ્તારવા માંગે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કોટન યાર્ન, સિન્થેટિક યાર્ન, બ્લેન્ડેડ યાર્ન, હીથર યાર્ન, નીટેડ ફેબ્રિક અને વૂવન ફેબ્રિકનો સમાવેશ થાય છે. કંપની ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે ISO 9001:2008 પ્રમાણિત છે. કંપની વિવિધ પ્રકારના યાર્નની નિકાસ કરે છે, જેમાં 100% કોટન, પોલિએસ્ટર અને વિસ્કોસ યાર્ન તેમજ જ્યુટ યાર્ન, ફ્લેક્સ યાર્ન અને કાચા કપાસનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)