અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2024: HDFC બેન્કે 150થી વધુ વર્કશોપ યોજી સુરક્ષિત ડિજિટલ બેન્કિંગ પ્રેક્ટિસ મુદ્દે 11000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષિત કર્યા છે.આ વર્કશોપ નો ઉદ્દેશ્ય છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી અને સુરક્ષિત બેન્કિંગ પ્રેક્ટિસ અંગે શિક્ષણ આપી તેને અનુસરવા માટે અપીલ કરવાનો છે.એચડીએફસી બેન્કે સુરક્ષિત બેન્કિંગ પહેલ હેઠળ છેલ્લા ચાર વર્ષમાં વિવિધ સ્થળો પર સાયબર ફ્રોડ અવેરનેસ વર્કશોપનું આયોજન કર્યુ હતું.

વર્કશોપમાં ડિજિટલ સુરક્ષા અંગે વધુ સારી સમજ આપતાં વિશાળ મુદ્દાઓ અને વિષયોને આવરી લેવામાં આવ્યા હતાઃ

1.  સાયબર ફ્રોડ અવેરનેસ: વિશિંગ, ફિશિંગ, સ્મિશિંગ, રિમોટ ડિવાઈસ એક્સેસ, સિમ સ્વેપ અને UPI ફ્રોડ જેવા સામાન્ય સાયબર ફ્રોડ વિશે સમજણ આપતાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.રોકાણ, નોકરીની ઓફર, ડિજિટલ ધરપકડ, નકલી કુરિયર વગેરેના બહાને થતાં કૌભાંડોને ઓળખવા અને તેનાથી બચવાના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ઊંડી સમજણ કેળવવા જીવંત ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા.

2. સુરક્ષિત નેટ-બેન્કિંગ અને શોપિંગ ટીપ્સઃ સેશનમાં સુરક્ષિત ઓનલાઈન ટ્રાન્જેક્શન્સ અને સુરક્ષિત ઓનલાઈન શોપિંગ અંગે ટિપ્સ આપતાં શ્રેષ્ઠ પ્રયાસો રજૂ કર્યા હતા.

3.સાવચેતીના પગલાં: યુઝરને ઓટીપી, સીવીવી, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, અને યુપીઆઈ PIN જેવી સંવેદનશીલ માહિતી જાહેર ન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

4. શંકાસ્પદ કૌભાંડોની જાણ કરો: યુઝરને કોઈપણ શંકાસ્પદ કોલ/સંદેશાની જાણ થાય તો તુરંત ચક્ષુ પોર્ટલ www.sancharsaathi.gov.in પર જાણ કરવા સલાહ આપવામાં આવી હતી.

સાયબર છેતરપિંડી કરનારાઓની બચવા ગ્રાહકોએ નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જરૂરીઃ

1. એસએમએસ/ઈમેઈલ/સંદેશાઓ મારફત આપવામાં આવતી અજાણી લિંક પર ક્લિક ન કરો કારણ કે તે વ્યક્તિનો ડેટા અને પૈસા ચોરી કરવા માટે ફિશિંગ લિંક હોઈ શકે છે.

2. અજાણ્યા સ્ત્રોતોમાંથી સ્ક્રીન શેરિંગ એપ્સ ડાઉનલોડ ન કરવી કારણકે તેનો ઉપયોગ ડિવાઈસમાંથી ડેટા ચોરવા અને માલવેર ઇન્સ્ટોલ કરવા માટે થઈ શકે છે.

3. વ્યક્તિગત બેન્ક વિગતો જેમ કે ઓટીપી, સીવીવી, પિન, પાસવર્ડ અને કાર્ડની વિગતો કોઈની સાથે શેર કરવી નહીં. બેન્ક અથવા તેના પ્રતિનિધિઓ આવી વ્યક્તિગત વિગતો પૂછતાં નથી.

4. ચુકવણી કરવા માટે બેન્કિંગ વિગતો આપવા ઉશ્કેરતાં સ્કીમ/નોકરી/ડિસ્કાઉન્ટ/હેલ્પ ઑફર્સનો શિકાર ન બનો.

5. રિવોર્ડ્સ, રોકાણની તકો, પાર્ટ-ટાઇમ જોબ્સ, કમિશન અથવા કામગીરી પૂર્ણ કરવા ઈઝી મની અને રિમોટ વર્ક માટે આવતાં અજાણ્યા કોલ્સ, એસએમએસ, ઈમેઈલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી સાવચેત રહો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)