અમદાવાદઃ BSE SENSEX આજે સવારે 394 પોઇન્ટના ગેપડાઉન સાથે ખુલી શરૂઆતી સુધારામાં 88 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ તે સુધારો છેતરામણો સાબિત થયો હતો. યુએસ ફેડે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હોવાની અસરે એક તબક્કે 421 પોઇન્ટ તૂટ્યા બાદ સેન્સેક્સ છેલ્લે 69.68 પોઇન્ટના ઘટાડા સાથે 60836.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 30.15 પોઇન્ટના ઘટાડા સાથે 18052.70 પોઇન્ટ બંધ રહ્યો હતો.

બીએસઇ ખાતે આઇટી, ટેકનોલોજી અને પાવર સેક્ટોરલ્સમાં એક ટકા ઉપરાંત ઘટાડાને બાદ કરતાં મોટાભાગના સેક્ટોરલ્સમાં વધઘટ સંકડાયેલી રહી હતી.

માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી

વિગતકુલ ટ્રેડેડવધ્યાઘટ્યા
બીએસઇ358416791780
સેન્સેક્સ301515

વિદેશી સંસ્થાઓની સતત ખરીદી વધી

વિદેશી નાણાકીય સંસ્થાઓની ગુરુવારે પણ રૂ. 677.62 કરોડની નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 732.11 કરોડની નેટ વેચવાલી રહી હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે.

TOP- 5 GAINERS

SecurityLTP (₹)Change% Ch.
RAYMOND1,257.85+84.00+7.16
ELECON399.40+28.60+7.71
EVEREADY324.65+31.40+10.71
SOUTHBANK14.75+1.00+7.27
KTKBANK120.50+7.95+7.06

TOP- 5 LOSERS

SecurityLTP (₹)Change% Change
IFCI11.09-0.89-7.43
MANALIPETC84.25-9.30-9.94
SPLPETRO764.35-34.40-4.31
VOLTAS861.30-48.95-5.38
JAICORPLTD160.55-19.25-10.71

STOCK SPECIFIC APROACH AT A GLANCE

અદાણી વિલ્મરનો નફો 73.3 ટકા ઘટતાં શેર 2 ટકા તૂટ્યો

અમદાવાદઃ અદાણી જૂથની અદાણી વિલ્મરે સપ્ટેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો રૂ. 182.3 કરોડ સામે રૂ. 48.7 કરોડ નોંધાવ્યો છે. તેના કારણે શેર રૂ. 15.95 (2.28 ટકા) ઘટી રૂ. 682.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન આ શેરમાં 150 ટકાથી પણ વધુ ઊછાળો નોંધાયો છે. કંપનીની આવકો 4.4 ટકા વધી રૂ. 14150 કરોડ (રૂ. 13558 કરોડ) થઇ છે.

ઇન્ડિગો પેઇન્ટનો નફો 274 ટકા ઊછળતાં શેર પણ 12 ટકા ઊછળ્યો

ઇન્ડિગો પેઇન્ટનો ત્રિમાસિક નફો 274 ટકા વધી રૂ. 37.1 કરોડ (રૂ. 13.5 કરોડ) નોંધાવ્યો છે. કંપનીના પ્રોત્સાહક પરીણામોની અસર તળે શેર પણ રૂ. 178 (12.22 ટકા)ના જંગા ઊછાળા સાથે રૂ. 1634.60ની સપાટીએ બંધ રહ્યો હતો.

રૂ. 6 કરોડની ખોટ નોંધાવતાં વોલ્ટાસનો શેર પણ 5.4 ટકા તૂટ્યો

વોલ્ટાસે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 6 કરોડની ખોટ (રૂ. 104 કરોડના નફા સામે) નોંધાવી છે. કપનીની કુલ આવકો 5.5 ટકા વધી રૂ. 1833 કરોડ નોંધાઇ છે. કંપનીના નબળા પરીણામોના પગલે આજે શેરનો ભાવ પણ રૂ. 48.95 (5.38 ટકા)ના કડાકા સાથે રૂ. 861.30ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન શેર રૂ. 859ની સપાટીએ એટલેકે વર્ષની રૂ. 857.90ની નીચી સપાટીની નજીક પહોંચી ગયો હતો.

એલેમ્બિક ફાર્મા એફડીએ એપ્રુવલના પગલે 8 ટકા ઊછળ્યો

એલેમ્બિક ફાર્માની જનરલ સ્ટરાઇલ ફેસેલિટીમાંથી સેકન્ડ ઇન્જેક્ટેબલ પ્રોડક્ટના ઉત્પાદનને યુએસ એફડીએની મંજૂરી મળી ગઇ હોવાના અહેવાલો પાછળ શેર આજે રૂ. 46.65 (7.62 ટકા)ના સુધારા સાથે રૂ. 658.85ની સપાટીએ બંધ રહ્યો હતો.