18 મહિનામાં કંપનીએ 2,000થી વધુ રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ્સ અને રેલ ગિયર બ્લેન્ક્સ સપ્લાય કર્યા

મુંબઈ, 5 ફેબ્રુઆરીઃ સ્ટીલ ફોર્જિંગ ઉદ્યોગમાં ઉત્પાદક અને વિતરક તથા રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ, ફ્લેંગ્સ, ફિટિંગ્સ અને ઓઇલફિલ્ડ તેમજ મરીન પ્રોડક્ટ્સ જેવી પ્રોડક્ટ્સમાં વિશેષતા ધરાવતી હિલ્ટન મેટલ ફોર્જિંગ લિમિટેડ રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલથી મોટા બિઝનેસની અપેક્ષા રાખી રહી છે. કંપની વાર્ષિક 48,000 વ્હીલ્સનું ઉત્પાદન કરવા માટેની સ્થાપિત ક્ષમતા ધરાવે છે અને રિપ્લેસમેન્ટ માર્કેટમાં વધી રહેલી માંગને પહોંચી વળવાનો ધ્યેય ધરાવે છે. કંપની ટેન્ડર માર્ગે નજીકના ભવિષ્યમાં મોટા રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ ઓર્ડર્સ મેળવવાનો આશાવાદ ધરાવે છે.

કંપનીએ વર્ષ 2022ના પ્રારંભમાં ટેક્નિકલી સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ એવી રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. છેલ્લા 18 મહિનામાં કંપનીએ 2,000થી વધુ રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ્સ અને રેલ ગિયર બ્લેન્ક્સ સપ્લાય કર્યા છે. કંપની ભારતમાં વિવિધ ભારતીય રેલ્વે વર્કશોપ્સમાં રિપ્લેસમેન્ટ માર્કેટ માટે રેલ્વે ફોર્જ્ડ વેગન વ્હીલ સપ્લાય કરે છે.

વર્ષ 2005માં સ્થપાયેલી હિલ્ટન મેટલ ફોર્જિંગ લિમિટેડ સ્ટીલ ફોર્જિંગ ઉદ્યોગમાં અગ્રણી ઉત્પાદક અને વિતરક છે, જે ફ્લેંજ્સ, ફિટિંગ્સ અને ઓઇલફિલ્ડ તેમજ મરીન પ્રોડક્ટ્સ જેવી પ્રોડક્ટ્સમાં વિશેષતા ધરાવે છે. કંપનીએ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન કરીને અને ફોર્જ્ડ વ્હીલ્સના ઉત્પાદન સાથે રેલવે ઉદ્યોગમાં પ્રવેશ કરીને સફળતાપૂર્વક તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. કંપની મહારાષ્ટ્રના વાડા ખાતે 5 એકરમાં ફેલાયેલી તેની ઉત્પાદન સુવિધામાં એક જ છત નીચે ફોર્જિંગ, મશીનિંગ, હીટ ટ્રીટમેન્ટ અને લેબ ટેસ્ટિંગની સંપૂર્ણ ઇન-હાઉસ સુવિધા ધરાવે છે.

Mr. Yuvraj Malhotra, CMD, Hilton Metal Forging Ltd

એક નોંધપાત્ર ગતિવિધિમાં જ્યુપિટર વેગન્સે ટ્રાયલ ઓર્ડર તરીકે હિલ્ટન મેટલ ફોર્જિંગ લિમિટેડને 250 ફોર્જ્ડ વેગન વ્હીલ સેટનો ઓર્ડર આપ્યો છે. પ્રારંભિક 250 સેટના સફળ સપ્લાય બાદ, જ્યુપિટર વેગન્સે વાર્ષિક 6000 ફોર્જ્ડ વેગન વ્હીલ સેટ મેળવવા માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (એલઓઆઈ) જારી કર્યો છે. વધુમાં, હિલ્ટન મેટલ ફોર્જિંગ લિમિટેડ અન્ય વેગન મેન્યુફેક્ચરિંગ ઓઈએમને ફોર્જ્ડ વેગન વ્હીલ સેટ્સ માટે સંભવિત ક્લાયન્ટ તરીકે ઓળખે છે.

કંપનીએ વર્ષોથી અસાધારણ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 5.85 કરોડ નોંધાયો હતો, જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 1.76 કરોડના ચોખ્ખા નફા કરતાં 3 ગણી વૃદ્ધિ દર્શાવે છે. કુલ આવક પણ નાણાંકીય વર્ષ 2023માં 25% વધીને રૂ. 105.4 કરોડ થઈ છે જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 84.2 કરોડ હતી. ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં વધારાના પગલે કંપનીનું ચોખ્ખા નફાનું માર્જિન નાણાંકીય વર્ષ 2023માં 6.71% થયું છે જે નાણાંકીય વર્ષ 2022માં 2.1% હતું.

ભારતીય રેલ્વે નાણાંકીય વર્ષ 2024-25 માટે રૂ. 2.52 લાખ કરોડનું કેપેક્સ પુશ મેળવવાની તૈયારીમાં છે, જે એક વર્ષ અગાઉ ફાળવવામાં આવેલા રૂ. 2.4 લાખ કરોડથી 5 ટકાનો વધારો છે. આ ફંડ્સ રેલવે ટ્રેક, વેગન, ટ્રેન, ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ અને સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે સ્ટેશનો પર સુવિધાઓ વિકસાવવા માટે ખર્ચવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)