ઘરની કિંમત Q1-23માં વાર્ષિક ધોરણે 8% વધી
નવી દિલ્હી, 14 જૂન: ભારતના ટોચના આઠ શહેરોમાં ઘરની કિંમતમાં વાર્ષિક ધોરણે 8%નો વધારો થયો હતો. દિલ્હી- NCRમાં વાર્ષિક ધોરણે 16%નો સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો, ત્યાર બાદ કોલકાતા અને બેંગાલુરુમાં અનુક્રમે 15% અને 14%નો વાર્ષિક વધારો થયો હતો.
ક્રેડાઇના પ્રેસિડન્ટ બોમન ઇરાનીએ જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાક ક્વાર્ટરથી ઘર ખરીદનારાઓની મનોવૃત્તિ એકદમ સકારાત્મક રહી છે. ખાસ કરીને રોગચાળા પછી ગ્રાહકોએ વધુ સારી સુવિધાઓ સાથે નવા, મોટા મકાનો ખરીદવાની સ્પષ્ટ ઇચ્છા દર્શાવી છે. ગ્રીન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ઘર ખરીદનારાઓ ટકાઉ મકાનો તરફ વલણ ધરાવે છે જે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ લાંબા ગાળે નાણાકીય રીતે પણ ફાયદાકારક છે.
એકંદરે વણ વેચાયેલી ઇન્વેન્ટરી વાર્ષિક ધોરણે 12% વધી હતી. નવા લોન્ચમાં ઉછાળા સાથે, ટોચના શહેરોમાં વણ વેચાયેલા લગભગ 95% એકમો બાંધકામ હેઠળ હતા. હૈદરાબાદમાં વાર્ષિક ધોરણે 38% વણ વેચાયેલી ઇન્વેન્ટરી સ્તરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, દિલ્હી NCR,બેંગલુરુ અને ચેન્નાઈમાં વેચાણમાં નોંધપાત્ર વધારો થવાને કારણે વણ વેચાયેલી ઈન્વેન્ટરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. MMRએ 37% ટકાની વણ વેચાયેલી ઇન્વેન્ટરીમાં મહત્તમ હિસ્સો મેળવવાનું ચાલુ રાખ્યું હતુ, ત્યારબાદ પુણે 13% નોંધાયા હતા.
Q1 2023 દરમિયાન ભારતમાં રહેણાંક કિંમત (રૂ.માં/ચો.ફૂટ) –
શહેર | કિંમતQ1 2023 | QoQ ફેરફર | વાર્ષિક ફેરફર | |
અમદાવાદ | 6,324 | 2% | 11% | |
બેંગલુરુ | 8,748 | 6% | 14% | |
ચેન્નાઈ | 7,395 | -1% | 4% | |
હૈદરાબાદ | 10,410 | 3% | 13% | |
કોલકાતા | 7,211 | 1% | 15% | |
એમએમઆર | 19,219 | 0% | -2% | |
દિલ્હી એનસીઆર | 8,432 | 0% | 16% | |
પુણે | 8,352 | 0% | 11% |
(સ્ત્રોત: લાયસેસ ફોરસ, કોલીયર્સ, દરેક કિંમત કાર્પેટ એરિયા આધારિત છે)
છેલ્લા અગિયાર ક્વાર્ટરથી દિલ્હી-એનસીઆરમાં રહેણાંકના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય રીતે, દ્વારકા એક્સપ્રેસવે પર વાર્ષિક ધોરણે 59% ભાવે નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, ગોલ્ફ કોર્સ રોડમાં પણ રહેણાંકના ભાવ વાર્ષિક ધોરણે 42% વધ્યા હતા. હૈદરાબાદમાં વણ વેચાયેલી ઇન્વેન્ટરીનું સ્તર 38% વાર્ષિક ધોરણે વધ્યું છે, જે ભારતના ટોચના આઠ શહેરોમાં સૌથી વધુ છે. એકંદરે, Q1 2023 દરમિયાન શહેરમાં મકાનોની કિંમતમાં 13% વાર્ષિક વધારો થયો છે. MMRમાં રહેણાંકની કિંમતો અથડાયેલી રહે છે, વણ વેચાયેલી ઇન્વેન્ટરી વાર્ષિક ધોરણે 29% વધી છે.