હ્યુન્ડાઈ ઈન્ડિયા IPO નું ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ.575થી ઘટી 65-70 થઇ ગયું
અમદાવાદ , 14 ઓક્ટોબર: Hyundai Motor India Ltd (HMIL)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 15 ઓક્ટોબરે જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે. હ્યુન્ડાઈ ઈન્ડિયાનું પ્રથમ શેર વેચાણ 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે અને એન્કર રોકાણકારો માટે બિડિંગ 14 ઓક્ટોબરના રોજ ખુલશે. ઓટોમેકરે તેના રૂ. 27,870-કરોડના મેગા IPO માટે શેર દીઠ રૂ. 1,865-1,960નો પ્રાઇસ બેન્ડ પણ નક્કી કર્યો છે, જે LICને વટાવી જશે. 21,000 કરોડનું પ્રારંભિક શેર વેચાણ અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ બનશે. જો કે ગ્રે માર્કેટમાં હ્યુન્ડાઈ આઈપીઓનું આકર્ષણ સતત ઘટી રહ્યું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 15 ઓક્ટોબરના રોજ જાહેર થવાથી પહેલા નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
મોટાભાગના બ્રોકરેજ હાઉસે IPOને ‘સબ્સ્ક્રાઇબ’ રેટિંગ ટેગ કર્યું છે. પરંતુ Hyundai India IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 65ની કિંમતની રેન્જમાં ટ્રેડિંગ કરી રહ્યું છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં રૂ. 570ના જીએમપીની સરખામણીમાં તે લગભગ 90% નો જંગી ઘટાડો સૂચવે છે.
Hyundai Motor India Ltd એ ટ્રાન્સમિશન અને એન્જિન જેવા ભાગોનું પણ ઉત્પાદન કરે છે. તેઓ 1 એપ્રિલ, 2021 થી જૂન 30, 2024 સુધી પેસેન્જર વાહનોના ભારતના બીજા સૌથી મોટા નિકાસકાર પણ રહ્યા છે. સ્થાનિક બજારની બહાર, કંપનીએ વિદેશી બજારોમાં બિઝનેસ બનાવ્યો છે કારણ કે FY24માં તેના વોલ્યુમમાં નિકાસનો ફાળો 21 ટકા હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)