IBMની સોફ્ટવેર લેબ ગિફ્ટ સિટીમાં શરૂ થઈ
- ડિજિટલ ઇનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટને વેગ આપશે
- IBM સોફ્ટવેર લેબ હાઇબ્રિડ ક્લાઉડ અને AI ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં નેક્સ્ટ-જનરેશન સોલ્યુશન્સ ડિલિવર કરશે
- ગુજરાતના ડિજિટલ મીશનને વેગ આપવાના વિઝનમાં મદદરૂપ
- સેન્ટર વૈશ્વિક ફાઇનાન્સિયલ અને IT સર્વિસિસ હબ તરીકે ગિફ્ટ સિટીને મજબૂત કરશે
અમદાવાદ: IBM (NYSE: IBM)એ આજે તેની નવી સોફ્ટવેર લેબનું ગિફ્ટ સિટી ખાતે ઉદ્ઘાટન કર્યું છે. અત્યાધુનિક ગ્લોબલ ઇનોવેશન સેન્ટર સિક્યુરિટી, સસ્ટેનેબિલિટી સોફ્ટવેર, ડેટા એન્ડ એઆઇ અને ઓટોમેશન જેવાં ક્ષેત્રોમાં નવી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સના એન્જિનિયરીંગ, ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઉપર કેન્દ્રિત રહેશે તેમજ પ્રદેશમાં ટેક્નોલોજી ઇકોસિસ્ટમ સાથે સહયોગ કરશે, જેથી વૈશ્વિક ઇન્ડસ્ટ્રી માટે ભેગા મળીને સોલ્યુશન્સ તૈયાર કરશે. IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ (આઇએસએલ) ભારત અને વિશ્વમાં બિઝનેસના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે નેક્સ્ટ-જનરેશન સોફ્ટવેર પોર્ટફોલિયો અને ક્લાઉડ ઓફરિંગના ડિઝાઇન, વિકાસ અને ડિલિવરી દ્વારા IBMના ટેક્નોલોજી બિઝનેસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. તે IBMની પાર્ટનર ઇકોસિસ્ટમ સાથે સહયોગ કરતાં IBMના હાઇબ્રિડ ક્લાઉડ પ્લેટફોર્મને પણ મદદ કરે છે.
ટેક-સેવી પ્રોફેશ્નલ્સ માટે ડિજિટલ કૌશલ્યોને મજબૂત બનાવશે
નવી IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ રાજ્યની ડિજિટલ આકાંક્ષાઓને પૂર્ણ કરવાની સાથે-સાથે યુવાનો માટે રોજગારની નવી તકોનું પણ સર્જન કરશે તથા તેના ટેક-સેવી પ્રોફેશ્નલ્સ માટે ડિજિટલ કૌશલ્યોને મજબૂત બનાવશે અને રાજ્યના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપશે.
– ટોમ રોસામિલિયા, સોફ્ટવેરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, IBM
જણાવ્યું હતું કે, ગુજરાત IT/ITઇએસ સેક્ટર માટે રોકાણના આગામી કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. તે IT/ITઇએસ પોલીસીનું સ્પષ્ટ પરિણામ છે કે રાજ્યમાં સ્પર્ધાત્મકતા અને વ્યવસાયિક આકર્ષણમાં ઉમેરો કરશે તથા વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ ઇનોવેશન હબ તરીકે પણ સેવા આપશે.
- સંદીપ પટેલ, MD, IBM ઇન્ડિયા
ગુજરાતમાં મજબૂત ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેલેન્ટ
ગુજરાતે તેની ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સફરમાં અસાધારણ બેન્ચમાર્ક સ્થાપિત કર્યાં છે. મજબૂત આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ લેબ ડિજિટલ ટેકનિક સોલ્યુશન્સને વિકસાવી ગુજરાતની ડિજિટલ ઇકોનોમીને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ગિફ્ટ સિટીમાં IBMની સોફ્ટવેર લેબનો પ્રારંભ ગુજરાતમાં ટેક્નોલોજી અને ઇનોવેશનમાં વૈશ્વિક સ્તરે અગ્રણી કંપનીઓને આકર્ષવાની ગુજરાતની IT/ITઇએસ પોલીસીની સફળતાનો સંકેત આપી રહી હોવાનું
ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત