મુંબઇ, 19 એપ્રિલઃ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) 16.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 210.25 અબજ (રૂ. 179.77 અબજ) નોંધાવી છે. ચોખ્ખો નફો 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17.29 અબજ (રૂ. 12.71 અબજ) નોંધાવ્યો છે. ચોથા ત્રિમાસિકમાં જીપીઆઇ 6.7% વધી રૂ. 49.77 અબજ (રૂ. 46.66 અબજ) નોંધાવી છે. જ્યારે ચોખ્ખો નફો 39.8% વધીને રૂ. 4.37 અબજ (રૂ. 3.13 અબજ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ રૂ. 5.50નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. સમગ્ર વર્ષ માટે કંપનીએ કુલ રૂ. 10 ડિવિડન્ડ થયું છે.

ઓપરેટિંગ કામગીરીની સમીક્ષા (આંકડા ₹ અબજ)

નાણાકીય સૂચકાંકોનાણા વર્ષ 2022 ક્યુ4નાણા વર્ષ 2023 ક્યુ4Growth %નાણા વર્ષ 2022નાણા વર્ષ 2023વૃદ્ધિ %
જીડીપીઆઈ46.6649.776.7%179.77210.2517.0%
પીબીટી4.105.7339.5%16.8421.1325.5%
પીએટી3.134.3739.8%12.7117.2936.0%

વિવિધ રેશિયો એટ એ ગ્લાન્સ

Financial Indicatorsનાણા વર્ષ 2022 ક્યુ4નાણા વર્ષ 2023 ક્યુ4નાણા વર્ષ 2022નાણા વર્ષ 2023
આરઓએઈ (%) – એન્યુઅલાઈઝ્ડ14.0%17.2%14.7%17.7%
સંયુક્ત ગુણોત્તર (%)103.2%104.2%108.8%104.5%