આઇટી- ટેકનો, પાવર ઇન્ડેક્સને બાદ કરતાં મોટાભાગના ઇન્ડેક્સમાં એક ટકાથી નીચી વોલેટિલિટી

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ માર્કેટનો અંડરટોન હજી પણ નેગેટિવ હોવાના સંકેતો

અમદાવાદ, 19 એપ્રિલઃ સળંગ સુધારાની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં બુધવારે સતત ત્રીજા દિવસે પણ વેચવાલીના પ્રેશર અને સેક્ટર સ્પેસિફિક ઘટાડાની ચાલ વચ્ચે બીએસઇ સેન્સેક્સ 159 પોઇન્ટ તૂટી 59,567.80 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આઇટી, પાવર અને ટેકનોલોજી ઇન્ડેક્સમાં એક ટકા ઉપરાંત ઘટાડો નોંધાયો હતો. જ્યારે બાકીને સેક્ટોરલ્સમાં વોલેટિલિટી એક ટકાથી પણ નીચી રહી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી- 50 પણ 41.40 પોઇન્ટના ઘટાડા સાથે 17618.80 પોઇન્ટ બંધ રહ્યો હતો.

SENSEX 3 દિવસમાં 863 પોઇન્ટ તૂટી 59800ની નીચે

DateOpenHighLowClose
13/04/202360,364.4160,486.9160,081.4360,431.00
17/04/202360,385.9060,407.8659,442.4759,910.75
18/04/202359,991.2660,113.4759,579.3059,727.01
19/04/202359,745.8959,745.8959,452.7259,567.80

સેન્સેક્સ પેકમાં એક્સિસ બેન્ક આઉટ પરફોર્મર

સેન્સેક્સ પેકની 30 પૈકી 22  સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી એચસીએલ ટેકનો. 2.40 ટકા, ઇન્ફોસિસ 2.28 ટકા, વીપ્રો 1.82 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.35 ટકા અને ટીસીએસ 1.36 ટકા ઘટ્યા હતા. સામે એક્સિસ બેન્ક 1.05 ટકા, મહિન્દ્રા 0.90 ટકા અને એચડીએફસી 0.81 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ સેન્ટિમેન્ટ નેગેટિવ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3634 પૈકી 1811 સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે. જોકે, સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલમાં રૂષિલ ડેકોર, વિનાઇલ ઇન્ડિયા, પટેલ એન્જિનિયરિંગ, ટેક્સમો પાઇપ્સ, હોન્ડા પાવર, ઓર્બીટ અને મનુગ્રાફ જેવી સ્ક્રીપ્સમાં 10-20 ટકા ઉપરાંત ઉછાળો રહ્યો હતો.

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ363418111701
સેન્સેક્સ30921

પાવર શેર્સમાં કરંટ ડૂલઃ તાતા પાવર 2 ટકા તૂટ્યો

Security NameLTPChg% Chg
TATAPOWER193.45-3.75-1.90
ADANIGREEN935.75-16.50-1.73
SIEMENS3,261.95-57.05-1.72
CGPOWER298.70-5.20-1.71
NTPC167.05-2.90-1.71
ADANITRANS1,017.55-14.60-1.41

ઇન્ફી અને એચસીએલ ટેક.માં 2 ટકા ઊપરાંત કડાકો

Security NameLTPChg% Chg
XELPMOC110.03-5.79-5.00
BCG13.23-0.69-4.96
ACCELYA1,391.15-57.15-3.95
CYIENT1,069.80-38.80-3.50
ASMTEC427.70-13.50-3.06
COFORGE3,905.35-117.70-2.93
CRESSAN23.75-0.70-2.86
LTIM4,194.75-122.00-2.83
HCLTECH1,038.00-25.50-2.40
INFY1,232.20-28.75-2.28