મુંબઈ: MSMEs માટે ધિરાણની સુલભતા વધારવાની સાથે બેંકો અને ધિરાણ સંસ્થાઓને તેમનો MSME ધિરાણ પોર્ટફોલિયો સતત વધારવા ટેકો આપવાના અભિયાનને જાળવી રાખવા ટ્રાન્સયુનિયન સિબિલે સિડબીના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન PSB લોન્સ લિમિટેડ (OPL) સાથે જોડાણમાં MSMEs માટે સંપૂર્ણ રેન્કિંગ મોડલ FIT રેન્ક શરૂ કર્યો હતો. FIT રેન્ક ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), બેંક સ્ટેટમેન્ટ્સ અને આવકવેરાના રિટર્ન્સ (આઇટીઆર) માહિતીનો ઉપયોગ કરીને MSME ધિરાણ માટે રેન્કિંગ મોડલ પ્રદાન કરશે. આ રેન્કિંગ મોડલ આગામી 12 મહિનામાં નોન-પર્ફોર્મિંગ એસેટ (એનપીએ) બનવાની MSMEની સંભવિતતાનો તાગ મેળવવા મશીન લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરશે. FIT રેન્ક MSME માટે તેની નાણાકીય સ્થિતિ, આવક અને વેપારી આંકડાને આધારે 1થી 10ના સ્કેલ પર રેન્કિંગ પ્રદાન કરશે, જેમાં FIT રેન્ક 1 ઓછામાં ઓછું જોખમ ધરાવતી MSME અને FIT રેન્ક 10 સૌથી વધુ જોખમ ધરાવતી MSMEનો સંકેત આપે છે.

FIT રેન્કના ઉપયોગ પર સિડબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સિવસુબ્રમનિયન રામને કહ્યું હતું કે ભારતમાં આશરે એક-તૃતિયાંશ MSMEs ઔપચારિક ધિરાણ ઇકોસિસ્ટમ દ્વારા સેવા મેળવે છે, જે આ ચાવીરૂપ ક્ષેત્રમાં ધિરાણની પહોંચમાં વધારા માટે નોંધપાત્ર તકોનો સંકેત આપે છે. સિડબીએ મશીનરીની ખરીદી કરવા અને સરળ પ્રક્રિયાઓ મારફતે રુફ ટોપ સોલર માટે રૂ. 50 લાખ સુધીની લોન પ્રદાન કરવા MSMEs માટે નવી એક્સપ્રેસ લોન પ્રોડક્ટ પ્રસ્તુત કરી છે.

MSMEsની સંખ્યા6.3 કરોડ
કરન્ટ એકાઉન્ટની સંખ્યા9.1 કરોડ
જીએસટી નોંધણીની સંખ્યા1.3 કરોડ
અત્યાર સુધી ધિરાણ મેળવનાર MSMEsની સંખ્યા2.5 કરોડ
વર્ષ 2021-22માં ધિરાણ મેળવનાર કુલ MSMEs27 લાખ
વર્ષ ધિરાણ મેળવનાર 2021-22માં ન્યૂ-ટૂ-ક્રેડિટ (એનટીસી) MSMEs11.6 લાખ
વર્ષ 2021-22માં ધિરાણનો લાભ લેનાર સીએમઆર 4થી 6 ધરાવતી MSMEની સંખ્યા9 લાખ

* ડેટાનો સ્તોત્ર: ટ્રાન્સયુનિયન સિબિલ, જીએસટી આંકડા, MSME મંત્રાલય અને આરબીઆઈ