આઇડિયાફોર્જની ઇન્ટ્રા-ડે એક્ટિવિટી

ઓફર પ્રાઇસ672
ખુલ્યો1305
વધી1344
ઘટી1258
બંધ1295
સુધારોરૂ. 623.50
સુધારો92.78 ટકા

અમદાવાદ, 7 જુલાઇઃ IdeaForge IPOનું આજે 94.21 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 1,305.10 પર મજબૂત લિસ્ટિંગ થવા સાથે જે રોકાણકારોને શેર્સ લાગ્યા હોય તેઓ ન્યાલ થઇ ગયા છે. NSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 93.45%ના પ્રીમિયમ સાથે રૂ. 1300ના સ્તરે થયું હતું. આ IPO માટે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 672 હતી. ઈન્ટ્રા ડે 1344ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેમાં રોકાણકારોની રૂ. 14784ના નફા સાથે મૂડી ડબલ થઈ હતી. ગઈકાલે ગ્રે માર્કેટમાં રૂ. 510થી 515 પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા. એક સમયે Ideaforge Technologies IPOનો GMP રૂ. 530ને પાર કરી ગયો હતો. ideaForge Technologies IPO કુલ 106.60 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IdeaForge Technologiesનો IPO 2021 પછી 100 થી વધુ વખત સબસ્ક્રાઇબ થયેલો પ્રથમ IPO બન્યો છે.

Ideaforge Technologies મેપિંગ, સુરક્ષા અને દેખરેખ માટે માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. આઇડિયાફોર્જ ટેક્નોલોજીસ આઇપીઓ માટે, કંપનીએ શેર દીઠ રૂ. 638-672ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. પ્રમોટર્સે આ IPO માટે 22 શેરની લોટ સાઈઝ નક્કી કરી હતી.