સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 562 પોઇન્ટનો સુધારો

વિગતસેન્સેક્સનિફ્ટી
ખુલ્યો6555919423
વધી6589919524
ઘટી6517619303
બંધ6528010332
ઘટાડો505166
ઘટાડો0.77 ટકા0.85 ટકા

અમદાવાદ, 7 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં સળંગ સાત દિવસની તેજીની હેલી પછી શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 505 પોઇન્ટ અને નિફ્ટીમાં 166 પોઇન્ટના કરેક્શનનું કોરાડું નિકળ્યું હતું. ઓવરબોટ શેરબજારમાં ઉતાર-ચઢાવ બાદ ભારે પ્રોફિટ બુકિંગથી ઘટાડો નોંધાયો હતો. આજે પાવર, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં પણ પ્રોફીટ બુકિંગ રહ્યું હતું.

સવારે 200 પોઈન્ટ્સ નીચે ગેપમાં ખુલ્યા બાદ સેન્સેક્સમાં રિકવરી પણ જોવા મળી હતી જોકે, બાદમાં ભારે વેચવાલીથી શેરબજાર ગગડ્યું હતું. જોકે, આજે પણ ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચને સ્પર્શ કર્યો હતો. BSE સેન્સેક્સ 65,898.98 (નવી ટોચ) અને 65,175.74 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 505.19 પોઈન્ટ્સ ઘટીને 65280.45 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 19,523.60 (નવી ટોચ) અને 19,303.60 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 165.50 પોઈન્ટના ઘટાડા સાથે  19331.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ નગેટિવ, અંડરટોન સુધારાનો

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30525
બીએસઇ358014951968

વિવિધ સેક્ટોરલ્સમાં પણ પ્રોફીટ બુકિંગ

આજે બીએસઈ ખાતે વિવિધ સેક્ટોરલ્સ પૈકી પાવર, એફએમસીજી, બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી, મેટલ અને ટેકનોલોજી સેક્ટોરલ્સમાં વેચવાલીના પ્રેશરના કારણે ઘટાડાની ચાલ રહી હતી. સામે માત્ર કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ અને ઓટો શેરોમાં જ લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.76 અને 0.28 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
IONEXCHANG486.60+24.75+5.36
ZEEL206.45+17.75+9.41
SUNTECK334.25+35.65+11.94
HBLPOWER166.70+13.05+8.49
PRAJIND397.45+26.90+7.26

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
ELECTCAST58.41-2.99-4.87
CEATLTD2,408.90-89.20-3.57
DEEPAKNI2,062.75-73.20-3.43
COSMOFIRST671.05-25.65-3.68
JKTYRE246.80-9.90-3.86