2022: મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રૂ. 8323 કરોડના મર્જર અને એક્વિઝિશન્સ
તાતા મ્યુચ્યુઅલ ફંડ UTI AMCમાં મેક્સિમમ હિસ્સો ખરીદે તેવી શક્યતા
ચાર પીએસયુ ફાઇનાન્સિયલ એન્ટિટી 1. પંજાબ નેશનલ બેન્ક, એલઆઇસી, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા સંયુક્ત રીતે યુટીઆઇ એએમસીમાં 45.16 ટકા હિસ્સો ધરાવે છે. જેની કરન્ટ વેલ્યૂ આશરે રૂ. 4400 કરોડ હોવાનો નિષ્ણાતોનો મત
અમદાવાદઃ કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓ વચ્ચે મર્જર અને એક્વિઝિશન જે રીતે નવી વાત નથી તેવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસટ્રીમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ટ્રેન્ડ પ્રચલિત બન્યો છે. વિદાય લઇ રહેલાં ઇ.સ. 2022ના વર્ષ દરમિયાન આ ઉદ્યોગમાં પણ કેટલાંક ફંડ હાઉસ મર્જ થવા તેમજ હસ્તગત થતાં જોવા મળ્યાં છે. જે રીતે ઇ.સ. 2021નો અંત સુંદરમ મ્યુચ્યુઅલ ફંડે પ્રિન્સિપલ મ્યુચ્યુઅલ ફંડને હસ્તગત કરવા સાથે જોવા મળ્યો હતો. તે રીતે ઇ.સ. 2022નો અંત એવી વાત સાથે આવી રહ્યો છે કે, તાતા મ્યુચ્યુઅલ ફંડ UTI AMCમાં ચાર પીએસયુ ફાઇનાન્સિયલ એન્ટિટી 1. પંજાબ નેશનલ બેન્ક, એલઆઇસી, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા સંયુક્ત રીતે યુટીઆઇ એએમસીમાં 45.16 ટકા હિસ્સો ધરાવે છે તે રૂ. 4400 કરોડમાં 45.16 ટકા હિસ્સો તેમજ 26 ટકા મેન્ડેટરી ઓપન ઓફર માટે વધુ રૂ. 2500 કરોડ ખર્ચવા પડશે તેવું ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું માનવું છે.
જોકે, અગાઉ તાતા મ્યુચ્યુઅલ ફંડ આ ચર્ચાને એકવાર રદિયો આપી ચૂક્યું છે. પરંતુ જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર બહુમતી હિસ્સો ખરીદવાની વાટાઘાટોના અંતિમ તબક્કામાં હોવાનું ચર્ચાય છે.
2022નાં મર્જર અને એક્વિઝિશન ઉપર એક નજર
1. સુંદરમ મ્યુ. ફંડે પ્રિન્સિપલ મ્યુ. ફંડ હસ્તગત કર્યુઃ રૂ. 338 કરોડ
જોકે, મર્જર પ્રોસેસ 2021માં હાથ ધરાઇ હતી. પરંતુ તેનો વાસ્તિવક અમલ 2022ની શરૂઆતમાં થયો છે. સુંદરમ મ્યુચ્યુઅલ ફંડે 31 ડિસેમ્બર, 2021ના રોજ પ્રિન્સિપલ મ્યુચ્યુઅલ ફંડનું સંપાદન પૂર્ણ કર્યું હતું. જૂની પ્રિન્સિપલ એમએફ સ્કીમ્સનું અસ્તિત્વ બંધ થઈ ગયું અને તે સ્કીમ્સમાંના યુનિટ ધારકોને નવી મર્જ કરેલી સ્કીમ્સમાં અલગ અલગ યુનિટ ફાળવવામાં આવ્યા.
2. HSBC AMC એ L&T મ્યુચ્યુઅલ ફંડ હસ્તગત કર્યું: રૂ. 3485 કરોડ
HSBC એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા)એ નવેમ્બર- 2022માં રૂ. 3485 કરોડની કિંમતે L&T ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનું સંપાદન પૂર્ણ કર્યું. L&T મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંચાલિત મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ HSBC મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અથવા HSBC સ્કીમ સાથે મર્જ કરવામાં આવી હતી. L&T મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓની સ્પોન્સરશિપ, ટ્રસ્ટીશીપ, સંચાલન અને વહીવટ અનુક્રમે HSBC સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, HSBC મ્યુચ્યુઅલ ફંડ અને HSBC એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં તબદિલ થયા છે.
3. બંધન કન્સોર્ટિયમે IDFC AMC હસ્તગત કર્યું: 4500 કરોડ
1 ડિસેમ્બર-2022ના રોજ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ બંધનની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમને IDFC એસેટ મેનેજમેન્ટ કંપનીના સૂચિત સંપાદનને મંજૂરી આપી. આ વર્ષની શરૂઆતમાં, બંધન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ GIC, અને ChrysCapitalના કન્સોર્ટિયમે IDFC AMC અને IDFC AMC ટ્રસ્ટી કંપનીને IDFC પાસેથી રૂ. 4,500 કરોડમાં ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એક્વિઝિશનને આરબીઆઈ, સેબી અને સીસીઆઈ તરફથી તમામ મંજૂરીઓ મળી ગઈ છે. સંપાદન પછી, IDFC AMCનું નામ બંધન AMC રાખવામાં આવશે અને IDFC મ્યુચ્યુઅલ ફંડનું નામ બદલીને બંધન મ્યુચ્યુઅલ ફંડ રાખવાની દરખાસ્ત છે.