ઈન્ડેલ મની 3 સફળ NCD પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 260 કરોડથી વધુ એકત્ર કરી ચૂકી છે

રૂ. 1000ની ફેસ વેલ્યૂ
ધરાવતો સિક્યોર્ડ NCD
ઇશ્યૂમાં રૂ.100 કરોડ
સુધીની બેઝ
ઇશ્યૂ પ્રાઈઝ
રૂ. 100 કરોડ સુધી
ઓવર-સબસ્ક્રિપ્શન
જાળવી રાખવાનો વિકલ્પ
કુલ રૂ. 200 કરોડ
સુધીનો ઇશ્યૂ રહેશે
ઇશ્યૂ 30 જાન્યુઆરીએ
ઇશ્યૂ ખૂલશે
12 ફેબ્રુઆરીએ ઇશ્યૂ
બંધ થશે
 ઓપ્શન આઠમાં 72 મહિનામાં
નાણા બમણા થશે
વાર્ષિક ધોરણે 12.25 ટકાના
યિલ્ડ્સ સાથેના કૂપન રેટ
સિક્યોર્ડ એનસીડીની મુદત
366 દિવસ/72 માસ સુધી
NCDના તમામ વિકલ્પોમાં
લઘુત્તમ સાઈઝ
10 NCD(રૂ.10000)

અમદાવાદ​, 18 જાન્યુઆરી:  ગોલ્ડ લોન સેક્ટરમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહેલી નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ઓમાંની એક ઈન્ડેલ મની લિમિટેડનો રૂ. 1000ની ફેસ વેલ્યૂ ધરાવતાં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) ઇશ્યૂ 30 જાન્યુઆરીએ ખૂલશે અને 12 ફેબ્રુઆરીએ બંધ થશે. જેમાં વહેલું ઓવર સબસ્ક્રિપ્શન જોવા મળશે તો વહેલા બંધ કરવાનો વિકલ્પ સમાવિષ્ટ છે.

ઈન્ડેલ મની લિમિટેડના એક્ઝિક્યૂટીવ હોલ ટાઈમ ડિરેક્ટર, મોહન મોહનાને એક મુલકાત દરમિયાન જણાવ્યું કે, સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહેલી ગોલ્ડ લોન એનબીએફસી સાથે સપ્ટેમ્બર, 2023ની આખરના સમયગાળામાં નાણા વર્ષ 2021-22ની સરખામણીમાં 13 ગણી નફા વૃદ્ધિ સાથે અમે કામકાજી ખર્ચના સતત ઓપ્ટિમાઈઝેશન પર તથા બ્રાન્ચ પ્રોડક્ટિવિટી મેટ્રીક્સમાં વૃદ્ધિ પર ભાર આપતાં રહીએ છીએ. 30 સપ્ટેમ્બરે પૂરા થતાં સમયગાળા દરમિયાન અમે તંદુરસ્ત એયૂએમ ગ્રોથ દર્શાવ્યો છે. ઇશ્યૂમાં રૂ. 100 કરોડ સુધીની બેઝ ઇશ્યૂ સાઈઝનો સમાવેશ થાય છે. જેમાં રૂ. 100 કરોડ સુધીના ઓવર-સબસ્ક્રિપ્શનને જાળવવાના વિકલ્પનો સમાવેશ થાય છે. આમ કુલ રૂ. 200 કરોડ સુધીની રકમ એકત્ર કરવામાં આવશે.

લીડ મેનેજર્સઃ ઇશ્યૂના લીડ મેનેજર વિવરો ફાઈનાન્સિયલ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ છે

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યઃ ઇશ્યૂ મારફતે ઊભી કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ઓનવર્ડ લેન્ડિંગ, ફાઈનાન્સિંગ અને કંપનીના બોરોઈંગ પર તથા ઈન્ટરેસ્ટની પુનઃચૂકવણી/આગોતરી ચૂકવણીમાં કરવામાં આવશે.

કંપની સપ્ટે.-23 સુધીમાં રૂ. 81,740.86 લાખનું કુલ આઉટસ્ટેન્ડિંગ AUM ધરાવે છે

ઈન્ટેલ મની લિમિટેડ 30 સપ્ટેમ્બર, 2023નો રોજ રૂ. 81,740.86 લાખનું કુલ આઉટસ્ટેન્ડિંગ AUM(જેમાં ઓફ-બેલેન્સ શીટ્સ એસેટ્સનો સમાવેશ નથી થતો) ધરાવતી હતી. જે 31 માર્ચ, 2023ની આખરમાં રૂ. 64,768.53 લાખ પર હતું. લોન પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોન્સનો હિસ્સો 82 ટકાનો હતો. કંપની 30 સપ્ટેમ્બર, 2023ના રોજ 250 શાખાઓ ધરાવતી હતી. ઈન્ડેલ મની લિમિટેડ નાણાકિય વર્ષ 2024-25 સુધીમાં તેની ભૌગોલિક હાજરીને 425 શાખો સુધી લઈ જવા માગે છે. જે દેશના 12 રાજ્યોમાં પ્રસરેલી હશે. કંપની પૂર્વીય અને ઉત્તરીય ભારતમાં વિસ્તરણ કરી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)