ઇશ્યૂ ખૂલશે22 જાન્યુઆરી
ઇશ્યૂ બંધ થશે24 જાન્યુઆરી
એન્કરબુક21 જાન્યુઆરી
ફેસ વેલ્યૂરૂ.2
પ્રાઇસબેન્ડરૂ.39-41
લોટ સાઇઝ365 શેર્સ
ઇશ્યૂ સાઇઝ35075693 શેર્સ
ઇશ્યૂ સાઇઝ143.81 કરોડ
લિસ્ટિંગBSE, NSE
Businessgujarat.in rating7/10

અમદાવાદ, 18 જાન્યુઆરી: કૃષિ સામગ્રીના ઉત્પાદક, નોવા એગ્રિટેક લિમિટેડ ખેડૂતોની ટેક આધારિત જરૂરત મુજબના ઉપાયોના અભિગમ સાથેની સોઈલ હેલ્થ મેનેજમેન્ટ, ક્રોપ ન્યૂટ્રીશન તથા ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ ઓફર કરતી કંપનીએ પોતાની સૌપ્રથમ પ્રારંભિક પબ્લિક ઓફર માટે રૂ. 2/- પ્રતિ શેરની મૂળ કિમતના ઈક્વિટી શેરની પ્રાઈસ બેંડ રૂ. 39/- થી રૂ. 41/- પ્રતિ ઈક્વિટી શેરની નિર્ધારિત કરી છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ/ઓફર) ભરણા માટે સોમવાર, 22 જાન્યુઆરી, 2024ના રોજ ખુલશે અને બુધવાર, 24 જાન્યુઆરી, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 365 ઈક્વિટી શેર્સ અને તે પછી વધારાના 365 ઈક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ કરી શકે છે. ઈસ્યુમાં કુલ રૂ. 11,200 લાખના મૂલ્યના નવા ઈક્વિટી શેર્સનો તથા વેચાણકર્તા શેરહોલ્ડર નુટાલાપતિ વેંકટસુબ્બારાવના 77,58,620 સુધીના ઈક્વિટી શેર્સની વેચાણ-માટે-ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.

લીડ મેનેજર્સઃ કીનોટ ફાયનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડ તથા બજાજ કેપિટલલિસ્ટિંગઃ એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે

આઇપીઓના મુખ્ય હેતુઓ એક નજરે

નવા ઈસ્યુની ચોખ્ખી આવકમાંથી રૂ. 1,420.11 લાખનો ઉપયોગ કંપનીની સબસિડિયરી નોવા એગ્રી સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડના નવા ફોર્મ્યુલેશન પ્લાન્ટની સ્થાપનાના હેતુસર મૂડીરોકાણ માટે, રૂ. 1,048.95 લાખનો ઉપયોગ કંપનીના હયાત ફોર્મ્યુલેશન પ્લાન્ટના વિસ્તરણના હેતુસર મૂડી ખર્ચ માટે, રૂ. 2,665.47 લાખનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે, રૂ. 4,335.85 લાખનો ઉપયોગ કંપનીની સબસિડિયરી નોવા એગ્રી સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડની કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે તથા ચોખ્ખી આવકની બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

સમયSep23Mar23Mar22Mar21
એસેટ્સ196.37180.78160.30147.44
આવકો103.24210.93185.61160.93
ચો. નફો10.3820.4913.696.30
નેટવર્થ74.2363.8843.1929.43
રિઝર્વ્સ60.9750.5930.1016.41
કુલ દેવા68.5070.9664.2751.10
(આંકડા રૂ. કરોડમાં)

કંપની વ્યાપક શ્રેણીની કક્ષામાં પ્રોડક્ટ્સનું ઉત્પાદન, વિતરણ અને માર્કેટીંગ કરે છે, જેમાં (એ) સોઈલ હેલ્થ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ; (બી) ક્રોપ ન્યૂટ્રીશન પ્રોડક્ટ્સ; (સી) બાયો સ્ટિમ્યુલન્ટ પ્રોડક્ટ્સ; (ડી) બાયો પેસ્ટીસાઈડ્સ પ્રોડક્ટ્સ; (ઈ) ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ; (એફ) નવી ટેકનોલોજીઝ; અને (જી) ક્રોપ પ્રોટેક્શન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીએ કુલ 720 પ્રોડક્ટ્સ માટેના રજીસ્ટ્રેશન્સ પ્રાપ્ત કર્યા હતા, જેમાં સોઈલ હેલ્થ મેનેજમેન્ટ કેટેગરીમાં 7 રજીસ્ટ્રેશન, ક્રોપ ન્યૂટ્રીશન કેટેગરીમાં 176 રજીસ્ટ્રેશન, બાયો પેસ્ટીસાઈડ કેટેગરીમાં 4 રજીસ્ટ્રેશન, ટેકનિકલ સ્વદેશી ઉત્પાદન કેટેગરીમાં 7 રજીસ્ટ્રેશન તથા ક્રોપ પ્રોટેક્શન કેટેગરીમાં 526 રજીસ્ટ્રેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ કેટગરી હેઠળ નવી પ્રોડક્ટ્સ માટે કંપનીએ 22 નવા રજીસ્ટ્રેશન માટે તથા તેની સબસિડિયરી નોવા એગ્રી સાયન્સીઝ પ્રાઈવેટ લિમિટેડે 14 નવા રજીસ્ટ્રેશન માટે અરજી કરેલી છે.

કંપની અંદાજે 11,722 ડીલર્સનું કુલ ડીલર નેટવર્ક ધરાવે છે અને તેમાંથી 6,769 ડીલર્સ સક્રીય છે. કંપનીનું ડીલર નેટવર્ક હાલમાં ભારતના 16 રાજ્યોમાં ફેલાયેલું છે. કંપનીએ બાંગ્લાદેશ, શ્રીલંકા અને વિયેતનામમાં પણ કેટલીક થર્ડ પાર્ટીઝ સાથે માર્કેટીંગ, ડિસ્ટ્રીબ્યુશન અને સપ્લાયના કરારો કરેલા છે અને હાલમાં આ કાર્યક્ષેત્રોમાં બિઝનેસ શરૂ કરવા માટે આવશ્યક મંજુરીઓની રાહ જોવાઈ રહી છે.

ઇશ્યૂ એનાલિસિસ એટ એ ગ્લાન્સ

કંપની એગ્રી-ઇનપુટ ટેક આધારિત ઉત્પાદનો સાથે સંકળાયેલી છે.કંપનીએ ત્રણ વર્ષમાં નાણાકીય કામગીરીમાં વૃદ્ધિ નોંધાવી છે.
FY24 વાર્ષિક કમાણીના આધારે, ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો દેખાય છે.રોકાણકારો મધ્યમ/લાંબાગાળા માટે ઇશ્યૂ પસંદ કરી શકે છે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)