અમદાવાદ, 23 ડિસેમ્બર: બેંગલુરુ સ્થિત ઓલા ઈલેકટ્રિકે ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) માટે પોતાનું ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) માર્કેટ નિયમનકાર સેબી સમક્ષ ફાઈલ કર્યું છે. આ ઈસ્યુ દરેક રૂ. 10ની મૂળ કિમતના એવા રૂ. 5,500 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ માટેનો ફ્રેશ ઈસ્યુ છે અને 95,191,195 ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ) છે. આ ઈસ્યુ બુક-બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં ઈસ્યુના 75% થી ઓછા નહીંએટલા શેર્સ પ્રમાણસરના ધોરણે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવવા માટે, 15% થી વધુ નહીં એટલા શેર્સ નોન-ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવવા માટે તથા 10% થી વધુ નહીં એટલા શેર્સ રીટેઈલ વ્યક્તિગત બિડર્સને ફાળવવા માટે પ્રાપ્ય રહેશે. 

લીડ મેનેજર્સઃઇશ્યૂના ઉદ્દેશ્ય એક નજરે:
 કોટક મહિન્દ્રા કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા, સીક્યુરિટિઝ ઈન્ડિયા, ગોલ્ડમેન સેશ (ઈન્ડિયા) સીક્યુરિટિઝ, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સીક્યુરિટિઝ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને બીઓબી કેપિટલ માર્કેટ્સ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે તથા લિંક ઈન્ટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ  ઓફરના રજીસ્ટ્રાર છે.ફ્રેશ ઈસ્યુના ભંડોળનો ઉપયોગ સબસિડિયરી ઓસીટીને ઓલા ગીગાફેક્ટરી પ્રોજેક્ટ માટે થનારા મૂડી ખર્ચ માટે, સબસિડિયરી ઓઈટી માટે કરાયેલા દેવાની આંશિક કે પૂર્ણ ચૂકવણી કે આગોતરા ચૂકવણી માટે, રીસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેના મૂડીરોકાણ, ઓર્ગેનિક ગ્રોથ ઈનિશિએટીવ્ઝ તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.

લિસ્ટિંગઃ ઈક્વિટી શેર્સનું લિસ્ટીંગ BSE તથા NSE ઉપર કરવાની દરખાસ્ત છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

આ અગ્રણી ઈવી પ્લેયર સેલ્સ સહિત કોર ઈવી કોમ્પોનેન્ટ્સ અને ઈવી માટે વર્ટિકલી સંકલિત ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતાઓનું નિર્માણ કરી રહી છે. તે ક્રિષ્નાગિરીમાં આવેલી પોતાની ઉત્પાદન સુવિધા – ઓલા ફયુચરફેક્ટરી ખાતે ઈવીઝ તથા બેટરી પેક્સ અને મોટર્સ જેવા હાર્દરૂપ (કોર) ઈવી કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન કરી રહી છે. રેડસીઅરના 30 સપ્ટેમ્બર, 2023ના રીપોર્ટ મુજબ ઓલા ફયુચરફેક્ટરી ઉત્પાદન ક્ષમતાના આધારે ભારતનો સૌથી મોટી સંકલિત અને ઓટોમેટેડ ઈલેકટ્રીક ટુ વ્હીલર્સનું ઉત્પાદન કરતો પ્લાન્ટ છે. કંપની ભારતના તામિલનાડુમાં ક્રિષ્નાગિરી અને ધર્મપુરી જિલ્લાઓમાં ઈવી હબનું નિર્માણ કરવાની દિશામાં કાર્યરત છે, જેમાં ઓલા ફયુચરફેક્ટરી, સાકાર થઈ રહેલી ઓલા ગિગાફેક્ટરી તથા ક્રિષ્નાગિરી જિલ્લામાં કંપનીના પ્લાન્ટની નજીકમાં આવેલી સપ્લાયર્સની સુવિધાઓનો સમાવેશ થાય છે.

કંપની પાસે હાલ 5 સ્કૂટર મોડલ્સનો પોર્ટફોલિયો

કંપનીએ પોતાનું પહેલું ઈવી મોડલ – S1 પ્રો ઓગસ્ટ 2021માં રજૂ કર્યું હતું અને હાલમાં તેની પાસે 5 સ્કૂટર મોડલ્સનો પોર્ટફોલિયો છે. કંપની ઈલેકટ્રિક ટુ વ્હીલર્સની માર્કેટમાં 31% હિસ્સો ધરાવે છે. કંપની ભારતના બેંગલુરુમાં બેટરી ઈનોવેશન સેન્ટર (બીઆઈસી)નું પણ  સંચાલન કરી રહી છે. કંપની ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (ડીટુસી) ઓમ્નિચેનલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું સંચાલન કરે છે, જેમાં સમગ્ર ભારતમાં આવેલા 935 એક્સપીરિયન્સ સેન્ટર્સનો સમાવેશ થાય છે. 414 સર્વિસ સેન્ટર્સ પણ સામેલ છે. કંપનીએ તાજેતરમાં તેના નવા ઈવી સ્કૂટર મોડલ્સ – ઓલા S1 X (2 kWh), ઓલા S1 X (3 kWh) તથા ઓલા S1 X+ ની જાહેરાત કરી હતી. ઓલા Ola S1 X (2 kWh) તથા ઓલા Ola S1 X (3 kWh) ની ડિલિવરી નાણાંકિય વર્ષ 2025ના પૂર્વાર્ધ સુધીમાં શરૂ કરવાનું કંપનીનું આયોજન છે. કંપનીએ સપ્ટેમ્બર 2023માં બીટા રોલ-આઉટ તરીકે MoveOS વર્ઝન 4 લોંચ કર્યું હતું. 

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

નાણાંકિય વર્ષ 2023 માટે, કામકાજમાંથી આવક રૂ. 2,630.93 કરોડની રહી હતી, જે એક વર્ષ અગાઉના રૂ. 373.42 કરોડ કરતાં સાત ગણા કરતાં પણ વધુની વૃદ્ધિ છે. જુન 30, 2023ના રોજ પુરા થતા ત્રણ મહિના માટેની કામકાજની આવક રૂ. 1,242.75 કરોડની રહી હતી.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)