IndiQube સ્પેસિસ: 850 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ મેનેજ્ડ વર્કપ્લેસ સોલ્યુશન્સ કંપની IndiQube સ્પેસિસ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડીબજાર નિયામક સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IndiQube જાણીતી વેન્ચર કેપિટલ કંપની વેસ્ટબ્રિજ કેપિટલ દ્વારા સમર્થિત છે અને ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર આશિષ ગુપ્તા દ્વારા સમર્થિત છે તેમજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ઋષિ દાસ તથા સીઓઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેઘના અગ્રવાલ તેનું નેતૃત્વ કરે છે.
બેંગ્લોર સ્થિત કંપનીના આઇપીઓમાં રૂ. 750 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ – ઋષિ દાસ અને મેઘના અગ્રવાલ દ્વારા રૂ. 100 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે.
IndiQube સ્પેસિસ લિમિટેડ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ નવા કેન્દ્રોની સ્થાપના કરવા માટે (રૂ. 462.6 કરોડ), કંપની દ્વારા લેવાયેલા કેટલાંક ઋણના સંપૂર્ણ અથવા હિસ્સાની પુનઃચૂકવણી અને પ્રી-પેમેન્ટ માટે (રૂ. 100 કરોડ) અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.
કંપનીની સ્થાપના વર્ષ 2015માં થઇ હતી, જે 13 શહેરોમાં 103 સેન્ટર્સનો પોર્ટફોલિયો મેનેજ કરે છે તથા 30 જૂન, 2024 સુધીમાં કુલ 172,451 બેઠક ક્ષમતા સાથે સુપર બિલ્ટ-અપ એરિયામાં 7.76 મિલિયન ચોરસફૂટનો એરિયા અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ધરાવે છે, જેમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને ઇન્ડિયન એન્ટરપ્રાઇઝિસનો સંતુલિત પોર્ટફોલિયો છે.
IndiQubeના ક્લાયન્ટ્સમાં જીસીસી, ભારતીય કોર્પોરેટ્સ, યુનિકોર્ન તથા મિન્ત્રા, અપગ્રેડ, ઝેરોધા, નો બ્રોકર, રેડબસ, જસપે, પર્ફિયોસ, મોગલિક્સ, નિન્જાકાર્ટ, નારાયણા હેલ્થ જેવાં ક્ષેત્રોના સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ આવક રૂ. 867.6 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 601.2 કરોડ હતી. નાણાકીય વર્ષ 2024માં ઇબીઆઇટીડીએ રૂ. 263.4 કરોડ તેમજ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં ઇબીઆઇટીડીએ રૂ. 153 કરોડ નોંધાયો છે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ છે.
ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)