નૉન-વુવન ફેબ્રીકની 60 GSMથી વધુની બેગ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીકનો  યોગ્ય વિકલ્પ

  • 60 GSMની નૉન-વુવન કેરી બેગનો ફરીથી ઉપયોગ થઈ શકે: ધ ઈન્ડીનૉન મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ નૉન- વુવન
  • તે રિસાયકલ પણ થઈ શકતી હોવાથી સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીકની બેગનો યોગ્ય વિકલ્પ

અમદાવાદ: 60 GSMથી વધુની નૉન વુવન ફેબ્રીક બેગ રિસાયકલ થઈ શકે છે અને તેનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોવાથી તે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટીક બેગનો  યોગ્ય વિકલ્પ છે તેવું ધ ઈન્ડીનૉન મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ નૉન-વુવન (INDINON) કે જે સ્પનબાઉન્ડ નૉન વુવન ફેબ્રીકના ગુજરાતના મેન્યુફેકચરર્સ જણાવે છે.

ઈન્ડીનૉનના પ્રેસિડેન્ટ સુરેશ પટેલ જણાવે છે કે……

“પર્યાવરણને અસર થતી હોવાના કારણે પર્યાવરણ વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે તા.1 જુલાઈથી 60 GSMથી વધુની સિંગલ યુઝ પ્લાસ્ટીકની કેટલીક બેગ્ઝ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પર્યાવરણ મંત્રાલયે 60 GSMથી વધુની નૉન વુવન ફેબ્રીક બેગ વાપરવાની મંજૂરી આપી છે. આ બેગ ફરીથી ઉપયોગ કરી શકાય અને રિસાયકલ થઈ શકે તેવી છે તથા ઓછામાં ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવતી હોવાથી તે ગ્રાહકો અને વેચાણ કરનાર વર્ગ માટે સિંગલ યુઝડ પ્લાસ્ટીક બેગનો  યોગ્ય વિકલ્પ છે.” નૉન-વુવન ફેબ્રીક શબ્દ એટલા માટે વપરાય છે, કારણ કે વણાટની પરંપરાગત પધ્ધતિના બદલે તેના ફાયબરને ગરમીથી જોડીને ઉત્પાદન કરવામાં આવે છે. નૉન-વુવન ફેબ્રીક કાપડ જેવું જ પોત ધરાવે છે. દેશમાં નૉન-વુવન ફેબ્રીકના 300થી વધુ સ્પન-બાઉન્ડ ફેબ્રીકના ઉત્પાદકો છે. ગુજરાતમાં 60 જેટલા નૉન-વુવન ફેબ્રીકના ઉત્પાદકો છે. ભારતમાં 10 હજારથી વધુ ઉત્પાદકો નૉન-વુવન બેગનું ઉત્પાદન કરે છે, જયારે ગુજરાતમાં નૉન-વુવન બેગના 3000 ઉત્પાદકો છે. આ સેક્ટર દેશમાં વધુ 2 લાખથી વધુ કામદારોને તથા ગુજરાતમાં  40 હજારથી વધુ કામદારોને રોજગારી પૂરી પાડે છે.

રસાયણ અને ફર્ટિલાઈઝર્સ મંત્રાલયના નેજા હેઠળ કામ કરતી ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ, એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) એ 40, 50 અને 60 GSMની નૉન-વુવન ફેબ્રીક બેગનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું હતું અને તેમાં તેમને 60 GSMથી વધુની બેગ ફરીથી વપરાશ અને રિસાયકલ કરી શકાય તેવી જણાઈ હતી. “40 અને 50 GSMની નૉન-વુવન કેરી બેગ અનેક વખત (10 લોડ સુધી) સાયકલ લોડ સહન કરી શકે છે. આ રીતે અભિપ્રાય આપવામાં આવે છે કે પોલીપ્રોપીલીન ફાયબરની બનેલી 60 GSMથી વધુની બેગનો જવાબદારીપૂર્વક અનેક વખત ઉપયોગ અને છેલ્લા ઉપયોગ પછી રિસાયકલ થઈ શકે છે.” સીપેટ, ભુવનેશ્વરે તેમના તા.04-03-2021ના વિશ્લેષણ અહેવાલ નં.180માં આ મુજબ જણાવ્યું છે.

ઈન્ડીનોનના જોઈન્ટ સેક્રેટરી પરેશ ઠક્કર જણાવે છે કે……

“જમીની સ્તરે અને નિયમનલક્ષી અનેક પડકારો હોવા છતાં નૉન-વુવન ફેબ્રીક ઉદ્યોગે સમય પ્રમાણે વર્તીને કોરોના સામે લડત આપવામાં મહત્વની ભૂમિકા બજાવી છે તથા પીપીઈ ઓવરઓલ્સ અને માસ્ક્સ માટે કાચોમાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કર્યો છે. ઉદ્યોગ ત્વરિત પોતાની ક્ષમતા વધારીને દેશ-વિદેશમાં પીપીઈ કીટ અને માસ્ક માટેના ફેબ્રીકની વધતી માંગને પહોંચી વળ્યો છે. અમે નૉન-વુવન ફેબ્રીક બેગનો પૂરતો સપ્લાય મળી રહે તે માટે ઉત્પાદન વધારવા માટે સજ્જ થયા છીએ.”

ઈન્ડીનોનના સેક્રેટરી હેમીલ પટેલ જણાવે છે કે….

“નૉન-વુવન ફેબ્રીક ઈન્ડસ્ટ્રી જ્યારે જરૂર પડી હોય ત્યારે આગળ આવ્યું છે.

એસોસિયેશન તરફથી કરાયેલી રજૂઆતો એક નજરે

  • ઈન્ડીનોને પણ સિંગલ યુઝ પ્લાસ્ટીક માટે ગ્રાહકો અને વેપારીઓ પર મૂકાયેલા પ્રતિબંધને કારણે બેગની તંગી ઉભી થશે અને પરિસ્થિતિ ખોરવાવા તરફ લઈ જશે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.
  • અમે 60 GSMથી વધુની નૉન-વુવન ફેબ્રીકની પૂરતી ઉપલબ્ધિની ખાત્રી આપીએ છીએ કે જેથી ગ્રાહકો કે વેપારીઓને ફરીથી ઉપયોગ કરી શકાય અને રિસાયકલ થઈ શકે તેવી બેગની તંગી નડે નહીં અને સરકારના તમામ ધોરણો જાળવી શકાય.
  • કોવિડ-19 મહામારી દરમ્યાન જ્યારે ઓવરઓલ્સ અને માસ્કની રાતોરાત ભારે માંગ ઉભી થઈ ત્યારે નૉન-વુવન ફેબ્રીક ઈન્ડસ્ટ્રી ખડે પગે રહ્યું હતું.