અમદાવાદ, 11 જાન્યુઆરીઃ IT સર્વિસિસ કંપની Infosys Ltdએ FY24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7.3 ટકા ઘટાડા સાથે (YoY) રૂ. 6,106 કરોડ નોંધાવ્યો છે. આગલાં ત્રિમાસિકની સરખામણીએ પણ કંપનીની બોટમલાઈન 1.7 ટકા ઘટી છે, બેંગલુરુ સ્થિત કંપનીએ જણાવ્યું છે કે, IT કંપનીઓ માટે Q3 સામાન્ય રીતે નબળો ક્વાર્ટર છે કારણ કે ઓછા કામકાજના દિવસોની પ્રતિકૂળ અસર થઇ છે. ઇન્ફોસિસે પણ અપર/લોઅર એન્ડ માટે સમગ્ર વર્ષ માટે તેની આવક વૃદ્ધિ માર્ગદર્શનમાં ઘટાડો કર્યો છે અને સમગ્ર વર્ષ માટે 1.5-2 ટકાની આવક વૃદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું છે. ગયા ક્વાર્ટરમાં ગાઇડન્સ 1-3.5 ટકાથી ઘટાડીને 1-2.5 ટકા કર્યા પછી આ આવ્યું છે. ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ આવક 1.3 ટકા વધીને રૂ. 38,821 કરોડ થઈ હતી. ત્રિમાસિક ગાળામાં આવક રૂ. 38,630 કરોડના વિશ્લેષકોના અંદાજ કરતાં વધુ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)