• નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 16000 ક્રોસ કરી પરંતુ 15800ની નીચે ઉતરી ગયો
  • સેન્સેક્સ- નિફ્ટી સિવાય સેક્ટોરલ્સમાં 0.50%થી નીચી વોલેટિલિટી

સુધારા માટે સો કારણો પણ ઓછા પડે અને મંદી માટે નાનકડી અફવા પણ મોંઘી પડે એ શેરબજારની ચાલ… મંગળવારે સેન્સેક્સ સવારે 116 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલી ઉપરમાં 631 પોઇન્ટના ઉછાળા સાથે 53866 પોઇન્ટની સપાટીએ સ્પર્શી ગયો હતો. પરંતુ સેકન્ડ હાફ પછી આગલાં બંધની સરખામણીએ 181 પોઇન્ટ ઘટ્યો હોવા છતાં વધ્યા મથાળેથી 732 પોઇન્ટની પછડાટ સાથે 53866 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે આગલાં બંધની સરખામણીએ 100.42 પોઇન્ટનો નોમિનલ ઘટાડો સૂચવે છે. પરંતુ ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી અને સેન્સેક્સ નિફ્ટીને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં અડધા ટકાથી પણ ઓછી વોલેટિલિટી ઘણું બધું સૂચવી જાય છે.

નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 16000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ તો કરી ગયો પણ પાછો ફાઉલ કર્યો હોય તેમ 24.50 પોઇન્ટના ઘટાડા સાથે 15810.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

કેટેગરી વાઇસ ઇન્વેસ્ટર્સની લે- વેચ

કેટેગરી+/- (રૂ. કરોડ)
એફપીઆઇ+1295.84
ડીઆઇઆઇ-257.59
એનઆરઆઇ+1.26
પ્રોપરાઇટરી+20.93

આઇટી અને ટેકનોલોજી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં 0.50 ટકા કરતાં પણ સાંકડી વધઘટ જોવા મળી હતી.

એફપીઆઇની રૂ. 1295.84 કરોડની નેટ ખરીદી…..!!!!!

FPIની આજે રૂ. 1295.84 કરોડની ખાસ્સા લાંબા સમય પછીની ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 257.59 કરોડની નેટ વેચવાલી રહી હતી. જોકે એનઆરઆઇ, ક્લાયન્ટ્સ અને પ્રોપરાઇટરી કેટેગરીની પણ નેટ કેટેગરી રહી હતી. પરંતુ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.

કુલ ટ્રેડેડ3443ઘટ્યા1714(49.78)સુધર્યા1569(45.57)
સેન્સેક્સ (30)ઘટ્યા19વધ્યા 13