અમદાવાદ, 30 નવેમ્બરઃ ગાંધાર ઓઈલ રિફાઈનરી (ઈન્ડિયા)ના આઈપીઓ નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. આજે પૂરી કરી છે. આજે 75 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ રોકાણકારોની મૂડી ડબલ કરી હતી. જો કે, બાદમાં રૂ. 78.40 ટકા રિટર્ન સાથે 301.50ના સ્તરે બંધ રહ્યો હતો.

ગાંધાર ઓઈલનો સ્ટોક BSE પર રૂ. 295.40 અને NSE પર રૂ. 298 પર લિસ્ટેડ થયો હતો. જેની ઈશ્યૂ કિંમત રૂ. 169 છે.ગાંધાર ઓઈલ રિફાઈનરીના 2.12 કરોડ શેરની સામે 136.1 કરોડ શેર માટે બિડ સાથે IPO 64.07 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ પોર્શન 28.95 ગણો ભરાયો હતો.ગંધાર ઓઈલ રિફાઈનરી આઈપીઓનું ગ્રે માર્કેટમાં 50 ટકા પ્રીમિયમ હતું. 75 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો છે.

કંપનીએ IPO દ્વારા કુલ રૂ. 500.69 કરોડ એકત્ર કર્યા હતા. ગાંધાર ઓઈલ મુખ્યત્વે પર્સનલ કેર, હેલ્થકેર અને પરફોર્મન્સ ઓઈલ (PHPO), ડિવિઓલ બ્રાન્ડ હેઠળ ઈન્સ્યુલેટીંગ ઓઈલનું ઉત્પાદન કરે છે.

કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, યુનિલિવર, મેરિકો, ડાબર, એનક્યુબ, પતંજલિ આયુર્વેદ, બજાજ કન્ઝ્યુમર કેર, ઇમામી અને અમૃતાંજન હેલ્થ કેર સહિત ઘણા સ્થાનિક અને વૈશ્વિક ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો ધરાવે છે.

કંપનીની ઓપરેટિંગ આવક નાણાકીય વર્ષ 2013માં 15.13 ટકા વધીને રૂ. 4,079.4 કરોડ થઈ છે, જે નાણાકીય વર્ષ 2012માં રૂ. 3,543.3 કરોડ હતી. આ જ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો રૂ. 163.58 કરોડથી 30.3 ટકા વધીને રૂ. 213.17 કરોડ થયો છે.

બ્રોકરેજ ટીપ્સઃ

પ્રમોટર્સનું બેકગ્રાઉન્ડ મજબૂત છે. શેરના બમ્પર લિસ્ટિંગ સામે થોડું કરેક્શન જોવા મળી શકે છે. જો કે, લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણ જાળવી રાખવા સલાહ આપી છે. જેના માટે સ્ટોપલોસ 220 નિર્ધારિત કરી શકાય. શોર્ટ ટર્મ રોકાણકારોએ મૂડી ડબલ થાય એટલે પ્રોફિટ બુક કરી બહાર નીકળી શકે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)